Bhavnagar
ગરીબ કલ્યાણ મેળાની તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
- આવતીકાલે સવારે ૯-૦૦ કલાકે મોતીબાગ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે
રાજ્યમાં જરૂરીયાતમંદ લોકો સુધી સહાય પહોંચે તે માટે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને લોકોના ઘરમાં આર્થિક ઉજાસ ફેલાવવાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગરીબ કલ્યાણ મેળાથી ગરીબોના ઘરમાં સુખનો સૂરજ ઉગ્યો છે. અનેક લોકો ગરીબ કલ્યાણ મેળાથી મેળાથી મળેલ સહાયને સથવારે પગભર થયાં છે.
ભાવનગર ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત લાઇન ડિપાર્ટમેન્ટ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે આયોજન અને થયેલ કામગીરીની સમીક્ષા માટે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રાજ્યભરમાં યોજાઇ રહેલાં ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ભાવનગરના મોતીબાગ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે.
-સુનિલ પટેલ