Bhavnagar

અવસર લોકશાહીનો : ભાવનગર જિલ્લાની 7 વિધાનસભાઓના પોલીસ અધિકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

Published

on

પવાર

  • ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત પોલીસ જવાનોએ વોટિંગ કેમ્પમાં મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આજે પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત આજે. ૨૫ નવેમ્બરના રોજ પોલિસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે.

police-officers-and-employees-of-7-assemblies-of-bhavnagar-district-voted-by-postal-ballot

જે સંદર્ભે ભાવનગર જિલ્લામાં પોલીસ વિભાગ માટે અલાયદા ૩ (ત્રણ) સેન્ટર પર પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી. જેમાં ૯૯-મહુવા બેઠક પર કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે, ૧૦૦-તળાજા બેઠક પર સરકારી વિનયન કોલેજ- તળાજા ખાતે, ૧૦૧-ગારીયાધાર બેઠક પર એમ.ડી.પારેખ હાઇસ્કુલ, નાની વાવડી રોડ- ગારીયાધાર ખાતે, ૧૦૨-પાલીતાણા બેઠક પર મોડેલ સ્કૂલ, માનવડ, હડમતીયા, ગારીયાધાર રોડ- પાલીતાણા ખાતે, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય સર બી.પી.ટી.આઈ.ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ કોલેજ,

police-officers-and-employees-of-7-assemblies-of-bhavnagar-district-voted-by-postal-ballot

વાઘાવાડી રોડ- ભાવનગર ખાતે, ૧૦૪-ભાવનગર પૂર્વ બેઠક પર ડી.એ.વળીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિદ્યાનગર- ભાવનગર અને ૧૦૫- ભાવનગર પશ્ચિમ બેઠક ખાતે એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર- ભાવનગર ખાતે, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ભાવનગર ખાતે ભાવનગર ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી. ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે, નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મહુવા કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે અને નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પાલીતાણા ખાતે પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડ, પાલીતાણા ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન કરવામાં આવ્યું હતું

Trending

Exit mobile version