Gujarat
પોલીસ ખાણ-ખનીજના દરોડા ખુદ પાડી શકશે નહીં
કાર્યાલય
જે તે વિભાગની વિનંતી આવે તો પોલીસ દરોડામાં જોડાઇ શકે : ડીજીપી
ગુજરાતમાં હાલમાં અલગ અલગ ખાણમાં ગેરકાનુની રીતે ચાલતા ખોદકામ અંગે પોલીસ દ્વારા પાડવામાં આવી રહેલા દરોડા પર રાજયના પોલીસ વડા વિકાસ સહાયે બ્રેક મારી દીધી છે અને પોલીસને આ પ્રકારના ખાણ-ખનીજના દરોડામાં જો તે જે ઓથોરીટી તેમની સહાય માંગે તો જ જોડાવા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સહકાર આપવા જણાવાયું છે.
પોલીસ સામેથી આ દરોડા પાડી શકશે નહીં. હાલમાં અનેક દરોડામાં પોલીસની ભૂમિકા બહાર આવતા તે અંગે છેક ડીજીપી સુધી વાત પહોંચી હતી. વાસ્તવમાં ખાણ અને ખનીજ વિભાગ જ આ પ્રકારની કાર્યવાહી કરી શકે છે પોલીસની ભૂમિકા તેની પાસે ફરિયાદ આવે અને તપાસ કરવાની છે અને પોલીસે તેમાં કોઇ સીધી ભજવવાની નથી અને આથી જ હવે પોલીસના આ પ્રકારના દરોડાને બ્રેક મારી દેવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં અગાઉ પોલીસની ભૂમિકા ખુબ જ ચર્ચાસ્પદ બની હતી.