Palitana
પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે પોલીસ એક્શનમાં : સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય
પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ ; પર્વતની સુરક્ષા સાથે તળેટી ખાતે દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકનું નિયમન કરશે
કુવાડિયા
પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજય પર્વત પીઆર થયેલ દોડફોડના મામલે ચર્ચાએ જોર પકડ્યું છે. દેશભરમાં જૈન સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૈન સમાજે મહારેલી યોજીને વિરોધ વ્યક્ત કર્યો. રેલીમાં હજારો લોકો જોડાઈ રહ્યાં છે. પોતાના તીર્થક્ષેત્રોનાં રક્ષણ માટે શ્વેતાંબર અને દિગંબર જૈન સમાજ છેલ્લા ઘણા સમયથી વિરોધનાં માર્ગે છે. ત્યારે પાલિતાણામાં શેત્રુંજ્ય પર્વતની સુરક્ષા માટે મોટા નિર્ણય લેવાયા છે. જૈન સમાજમાં પડતર માગણીઓ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે. મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં જૈનોએ પ્રદર્શન કર્યાં. જૈન સમાજ રેલી યોજીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યો છે.
પાલીતાણામં શેત્રુંજય પર્વત પર તોડફોડ કેસમાં પોલીસ એક્શનમાં આવી છે આ માટે પાલિતાણામાં શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે પોલીસ ચોકી બનશે તેવો નિર્ણય લેવાયો છે. પાલિતાણાના ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે સ્પેશિયલ પોલીસ ટીમની રચના 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલ રહેશે ફરજ પર દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકનું પોલીસ ટીમ નિયમન કરશે. જેમાં 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલ ફરજ પર રહેશે. હાલ જૂની બંધ પડેલી પોલીસ ચોકી કાર્યરત કરાશે તો સાથે જ પર્વત ઉપર પણ ચોકી બનાવવા પોલીસની વિચારણા ચાલી રહી છે.
પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ છે. સ્પેશિયલ ટીમ DySP કક્ષાના અધિકારીની સીધી દેખરેખમાં રહેશે. પાલીતાણા પર્વત પર ટ્રાફિક નિયમન માટે 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડસ તૈનાત રહેશે. તો 8 TRBના જવાનો તહેનાત રહેશે. પર્વતની સુરક્ષા સાથે તળેટી ખાતે દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકનું નિયમન કરશે.