Bhavnagar

પીએમ મોદી ચિત્તાને નામે જુઠાણું ફેલાવે છે : શક્તિસિંહ ગોહિલનો આરોપ

Published

on

કોંગ્રેસના નેતા સાંસદ શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી દ્વારા ચિત્તાને નામે જુઠાણું ફેલાવવામાં આવ્યું હોવાના આરોપ લગાવ્યા હતા.કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૯ માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગીરમાં ચાર ચિત્તા સીંગાપોરથી લાવવામાં આવ્યા હતા.ત્યારે પ્રજનન દ્વારા ચિત્તાની સંખ્યા વધશે અને પ્રવાસનને વેગ મળશે તેવી વાત કહી હતી.

PM Modi spreads lies in the name of Cheetah: Shaktisinh Gohil alleges

જોકે આજે ચારમાંથી એક પણ ચિત્તો જીવિત નથી. શકિતસિહે વધુમાં જણાવ્યું હતું કે પીએમ દ્વારા કહેવાયું છે કે આજ સુધી કોઈ પ્રયાસ થયા નથી પણ તે સત્ય નથી.યુપીએની સરકારમાં ચિત્તા લવાની વાત થઈ હતી.સુપ્રિમમાં અરજી થતાં એક્સપર્ટની કમિટી રચવામાં આવી હતી.જો કે એક્સપર્ટ કમિટીએ કહ્યું હતું કે ગુજરતમાં કચ્છનોં બની વિસ્તાર ચિત્તા માટે ઉત્તમ સ્થળ છે.જો કે તે સમયની કોંગ્રેસની કેન્દ્ર સરકારે તમામ મદદ કરવા તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને કહ્યું હતું પણ તેનો સ્વીકાર કરાયો નહિ.જેથી ચિત્તા લાવવા પ્રયાસ કરાયો નથી તેવી વાત ખોટી છે.

Exit mobile version