Palitana

રવિવારે ફાગણ સુદ 13: શત્રુંજય તીર્થની છ ગાઉની યાત્રામાં ભાવિકો ઉમટી પડશે

Published

on

દેવરાજ

  • પાલીતાણા: સિધ્ધાંચલના વાસી, વિમલાચલના વાસી, જિનજી પ્યારા.. આદિનાથને વંદન અમારા

આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ : દરેક ધર્મશાળા હાઉસફુલ : ભાવિકોનો ઉત્સાહ ચરમસીમાએ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે : દેશ-વિદેશથી હજારો ભાવિકો ગિરિરાજની છ ગાઉની યાત્રા કરીને પુણ્યનું ભાથું મેળવશે

આગામી તા.5મીના રવિવારે ફાગણ સુદ તેરસની છ ગાઉની મહાયાત્રા તેમજ સિધ્ધવડ ખાતે ઢેબરીયો મેળો યોજાનાર છે. આ પ્રસંગે ગુજરાત અને ગુજરાત બહારના તેમજ ભાવનગર જિલ્લાના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. આ મહાયાત્રા તેમજ સિધ્ધવડ ખાતે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે. પાલીતાણાથી સિધ્ધવડ જવા તેમજ આવવા માટે વિશેષ બસો દોડાવવામાં આવનાર છે. તેમજ યાત્રીકોની સગવહતા માટે સ્પેશ્યલ ટ્રેન પણ દોડાવવામાં આવનાર છે.

phagan-sud-13-on-sunday-devotees-will-throng-the-chach-gau-yatra-of-shatrunjay-tirtha

ફાગળ સુદ તેરસની મહાયાત્રા પ્રસંગે જય તળેટીથી ગીરીરાજ ઉપર જવા માટે 4-30 કલાકે યાત્રીકોને જવા દેવામાં આવશે. હનુમાન દડેથી રસ્તો એક માર્ગીય કરીને યાત્રીકો વ્યવસ્થિત રીતે દાદાજીના ગભારા સુધી ધકકા મુકકી વગર જઈ શકે તે માટે આયોજન કરાયેલ છે. આદપુર જવા માટે વનવે જાહેર કરવામાં આવનાર છે. જૈન ધર્મમાં તીર્થનો મહીમા અને તેમાં પણ ફાગણસુદ 13ના રોજ પાલીતાણા તીર્થધામનો મહિમા અપરંપાર છે. તા.5/3/23ના રોજ ફાગણ સુદ-13ના યાત્રીકો પાલીતાણા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડશે. જયારે બીજી બાજુ યાત્રીકોની સુવિધા સાચવવા સેવાભાવિ સંસ્થાઓ તેમજ ભાવનગર, અમદાવાદ, મુંભઈના સ્વયંસેવકો આવનાર છે. તેમજ 96 જેટલા પાલ યાત્રીકોની સેવામાં સજજ કર્યા છે.

Trending

Exit mobile version