Sihor

ભાવનગર જિલ્લામાં સિહોરની આસપાસ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની મળી મંજૂરી

Published

on

  • સિહોર આસપાસ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા આવે તો ઉધોગકારો અને સરકાર બંનેને બહોળા ફાયદો થાય ; મિલ એસોસિએશનના પ્રમુખ

ભાવનગર જિલ્લામાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ સિહોર ખાતે બનાવવામાં આવે તો ઘણો જ ફાયદો થઈ શકે છે સરકાર અને ઉદ્યોગકારોને બંનેને ફાયદો થઈ શકે છે. ભાવનગર જિલ્લામાં અલંગ શિપબ્રેકીંગ યાર્ડને સંલગ્ન એવો એક ઉદ્યોગ રોલિંગ અને ફરનેશ મિલનો પણ છે, સિહોરમાં 60થી વધુ રોલીંગ મિલ અને ફર્નેશ પ્લાન્ટ આવેલા છે, ત્યારે સરકાર દ્વારા વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સિહોર જી.આઈ.ડી.સી માં બનાવવામાં આવે તો અહીં સ્ક્રેપ પણ ઘર આંગણે મળી શકશે અને સળિયા તેમજ અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન પણ વધશે અને રોજગારી પણ લોકો ને મળી રહેશે તેવી રજૂઆત ઉદ્યોગકારો એ સરકાર પાસે કરી છે.

સિહોર સ્ટીલ ઉધોગનું હબ ગણવામાં આવે

ભાવનગર જિલ્લાના અલંગ ખાતે વિશ્વ વિખ્યાત જહાજ ભાંગવાનો ઉદ્યોગ આવેલો છે, અને આ ઉદ્યોગને સંલગ્ન એવા અનેક ઉદ્યોગો ભાવનગરમાં ચાલી રહ્યા છે, જેમાં ભાવનગરના સિહોર ખાતે રોલિંગ મિલોનો વ્યવસાય પણ અલંગના સ્ક્રેપને આધારિત ઉદ્યોગ છે, સિહોર સ્ટીલ ઉધોગનું હબ ગણવામાં આવે છે, આ ઉદ્યોગમાં પાટા, પટ્ટી તેમજ સળિયા બનાવવાનું કામ ચાલે છે, આમ તો સિહોરમાં 60થી વધુ રોલિંગ મિલો આવેલી છે.

Permission to build a vehicle scrap yard around Sihore in Bhavnagar district

વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે હિલચાલ શરૂ

પરંતુ હાલ આ ઉદ્યોગ ને જહાજમાંથી નીકળતો સ્ક્રેપ જરૂરિયાત મુજબ નહીં મળતો હોવાથી અનેક મિલોને તાળા લાગી ગયા છે, અને મોટાભાગના ઉદ્યોગકારો એ પ્રોડકશન ઘટાડી દીધું છે, અલંગ ખાતે હાલ ઓછા જહાજો ભાંગવા આવી રહ્યા છે, તેનું મુખ્ય કારણ જહાજના ભાવમાં થયેલો વધારો છે, હવે સરકાર જયારે ભાવનગર જિલ્લામાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે હિલચાલ શરૂ છે, ત્યારે રોલિંગ મિલ ઉદ્યોગકારોનું કહેવું છે કે સરકાર સિહોર નજીક વ્હિકલ સ્ક્રેપ યાર્ડ બનાવે તો વેપારીઓને વધુ ફાયદો મળી શકે.

દરરોજ 4થી 5 હજાર ટનનું ઉત્પાદનમાં વધારો થશે

Advertisement

આ અંગે રોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ હરેશ પટેલએ જણાવ્યું હતું કે, સિહોરમાં આવેલી રોલિંગ મિલોને જે પ્રમાણે રો-મટીરીયલ મળવું જોઈએ તે હાલ મળતું નથી, જેના કારણે 18 જેટલી રોલિંગ મિલો બંધ થઇ જવા પામી છે, હાલ રોલિંગ મિલમાં દરરોજ 7000 ટન સળિયા અને પટ્ટીનું ઉત્પાદન થાય છે, ત્યારે અહીંના ઉદ્યોગકારો નું માનવું છે કે જો વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અહીં બને તો આ ઉત્પાદન દરરોજ નું વધારાનું 4000-5000 ટન વધી શકે છે, વધીને સીધું 12000 ટનએ પહોંચી શકે તેમ છે, આ વ્હિકલ સ્ક્રેપ યાર્ડનો સીધો ફાયદો પહેલા ફર્નેશ મિલો ને થશે અને બાદમાં તેમાંથી બનતું લોખંડ રોલિંગ મિલ ને મળશે અહીં વેહિકલ સ્ક્રેપ યાર્ડ બનાવાથી રોજગારી નું પ્રમાણ પણ વધશે.

Permission to build a vehicle scrap yard around Sihore in Bhavnagar district

વ્હીકલ સ્ક્રેપ યાર્ડમાંથી નીકળતું મટીરીયલ તેમાં પણ ઉપયોગી

ભાવનગર ઉપરાંત ગુજરાત અને ભારતભર માથી તેમજ વિદેશો માથી આયાત થનાર સ્ક્રેપ જળમાર્ગે આવશે યાતો રોડ માર્ગે આવશે, એટલે બહારથી આવતા સ્ક્રેપ માટે અલંગ અથવા ભાવનગર અમદાવાદ રોડ પર આવેલા માઢિયા ગામ નજીક આવેલી જીઆઈડીસીમાં બને તો સૌથી વધુ ફાયદો થાય. સાથે સરકાર દ્વારા સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવામાં આવે તો વ્હીકલ સ્ક્રેપ યાર્ડમાંથી નીકળતું મટીરીયલ તેમાં પણ ઉપયોગી થઇ શકે અને તેને સંલગ્ન અનેક નવા ઉદ્યોગો આવે અને જે છે તેનો પણ યોગ્ય વિકાસ શક્ય બને.

Exit mobile version