Sihor

માત્ર ત્રણ માસ પહેલા બનેલા સિહોરના રેલવે સ્ટેશન નજીક રોડમાં ગાબડાથી લોકોમાં રોષ

Published

on

પવાર

  • ત્રણ માસ પહેલા બનેલા રોડમાં ગાબડા, ભષ્ટાચારની ગંધ, તટસ્થ તપાસની ઉઠતી માંગ, ખખડજન રોડને લઈ લોકરોષ

People are outraged by the gap in the road near the railway station of Sihore, which was built only three months agoભ્રષ્ટ સરકારી તંત્ર અને ભ્રષ્ટ રાજનેતાઓના કારણે જિલ્લામા અનેક માર્ગો એવા બને છે જે બન્યાંના એક કે બે માસમા જ તુટી જાય છે. સિહોરના રેલવે સ્ટેશન પાસે બનેલ આવો જ છે જે ત્રણ માસ પહેલા બન્યો હતો. જોકે આ માર્ગ જયારે બનતો હતો ત્યારે જ તે નબળો બની રહ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી. પરંતુ સરકારી તંત્ર અને કોન્ટ્રાકટરોની મિલીભગત હોય આવી ફરિયાદો પ્રત્યે કોઇ જ ધ્યાન આપવામા આવ્યું ન હતુ.

અને લોટ પાણી અને લાકડા જેવો રોડ બનાવી દેવાયો હતો અને મોટાપાયે ગેરરીતિ કરવામા આવી છે. આ રાજ્ય માટે કઠણાઇની વાત એ છે કે રાજકીય આગેવાનો જ રોડના કોન્ટ્રાકટ રાખી અધિકારીઓ સાથે મિલીભગત કરી નબળુ કામ કરીને હજારો, લાખ્ખો, કરોડો રૂપિયા ખિસ્સામા સરકાવી દે છે.

ત્રણ માસમાં જ આ રોડ પર ખાડા પડી જવા પામ્યા છે. માત્ર ખાડાઓ બુરી દેવાથી સ્વાભાવિક રીતે જ રોડ સારો બની જવાનો નથી. હજુ ચોમાસુ બાકી છે ત્યાં આખો રોડ ખરાબ થઇ જશે. તે હકીકત છે ત્યારે ટેન્ડર અને નિયમો મુજબ કામ થયુ છે કે કેમ તેની તપાસ કરી પગલા લેવાની જરૂર છે.

Exit mobile version