Palitana

પાલીતાણા ; એક બાળ એક છોડ – આ નવો અભિગમ દરેક શાળાએ અપનાવવા જેવો ખરો

Published

on

કુવાડિયા

  • પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ગિરિરાજ વાટિકા નું અનોખું નિર્માણ – જિલ્લાની પ્રથમ ગ્રીન શાળા બનવા તરફનું પહેલું ડગલું

પર્યાવરણનું જતન કરવું દરેક મનુષ્ય નું કર્તવ્ય છે. આ કર્તવ્ય નિભાવવા માટે પાલિતાણાની પાવન ભૂમિ માં જૈન સમુદાય નું અનોખું યોગદાન રહ્યું છે. પાલિતાણા અને તેની આજુબાજુનાં ગામોમાં જીવદયા નાં કાર્યો થયાં છે. જે અનુસંધાને શેત્રુંજય યુવક મંડળના આયોજન થી દાતા પરીવાર માતુશ્રી ભારતીબેન કિર્તીભાઇ દોશી નાં આર્થિક સહયોગ દ્વારા ગિરિરાજ વાટિકા બનાવવામાં આવી જેમાં સર્વ ધર્મ સહિત શૈક્ષણિક ચિત્રામણ કરવામાં આવ્યું.

palitana-one-child-one-plant-this-new-approach-is-one-every-school-should-adopt

અને એક બાળ એક છોડ એ અભિગમ મુજબ કુલ ત્રણસો એકાવન બાલકોએ પોતાનો એક છોડ રોપ્યો અને પોતે પોતાનાં છોડ નો ઉછેર કરશે .આ અભિગમ દ્વારા સંપૂર્ણ શાળા ગ્રીન શાળા ગુલાબ શાળા બનશે. અને પાયાનાં પર્યાવરણ જાળવણી નાં ગુણો શીખશે. શાળાનાં શિક્ષક નાથાભાઇ ચાવડા નાં આયોજન મુજબ જિલ્લાની પ્રથમ શાળા બનશે જ્યાં એક બાળ એક છોડ નો નવતર પ્રયોગ કર્યો હોઈ. ભવિષ્યમાં સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા સંપૂર્ણ પાલિતાણાને હરિયાળું પાલીતાણા બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે.

Trending

Exit mobile version