Sihor

સિહોર કેન્દ્રવતિ શાળા નં 1માં પલાણીયા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ કીટનું વિતરણ કરાયું

Published

on

દેવરાજ

શહેરની કેન્દ્રવર્તી શાળા નં 1માં અભ્યાસ કરતા બાળકોને શાળાના ભૂતપૂર્વ વિધાર્થી અને દાતા દ્વારા બાળકોને સ્કૂલ બેગ સહિત અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.

સિહોર શહેરની કેન્દ્રવતિ શાળા નં 1માં અભ્યાસ કરતા બાળકોને ભૂતપૂર્વ વિધાર્થી અને પલાળીયા પરિવાર દ્વાર સ્કૂલ બેગ સહિત અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિધાર્થી અને પલાળીયા પરિવાર દ્વારા સ્લમ વસ્તીમાં રહેતા ભણતા બાળકો માટે સ્કૂલ બેગ સાથેની અન્ય વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Palania family distributed school bag kits to students in Sihore Kendravati School No. 1

ભારત દેશમાં દિન પ્રતિદિન શિક્ષણ સ્તરમાં વધારા સાથે મોંઘું શિક્ષણ અને મોંઘવારીના કારણે સ્લમ વિસ્તારમાં રહેતા અને લોકોના ઘરે કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે સેવાકીય કાર્ય કરનાર સહયોગ પલાણીયા પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્લમ વિસ્તારમાં રહેતા અને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ બેગ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Palania family distributed school bag kits to students in Sihore Kendravati School No. 1
Palania family distributed school bag kits to students in Sihore Kendravati School No. 1

જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને દાતા શ્રી કેયુરભાઈ ગુલાબભાઈ પલાણીયા તથા જિજ્ઞાસાબેન તથા અંકિતાબેન તથા જાસ્મીનબેન અને નમ્રતાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહીં ધો ૧ થી ૮ના ૨૯૪ બાળકોને મોટી સ્કુલ બેગ આપવામાં આવી હતી જે ને લઈ વાલીઓમાં આનંદ સાથે શાળા આચાર્ય દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી હતી

Advertisement

Exit mobile version