Palitana

પાલીતાણામાં ધાર્મિક પ્રસંગમાં ફૂડ પોઈઝનના કારણે 300થી વધુ લોકોની તબિયત લથડી

Published

on

દેવરાજ

અસરગ્રસ્તોમાં અંદાજે 100 જેટલા બાળકો સામેલ છે, સારવાર લઈ રહેલા તમામ લોકોની હાલત સ્થિર હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

પાલિતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. હાલ તમામ લોકોને હાલ સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝન થયું. પાલિતાણાના તળાવ વિસ્તારમાં એક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન લીધુ હતુ. જે બાદ લોકોને ફુડ પોઈઝનિંગની અસર થતા શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.

Over 300 people sick due to food poisoning at religious event in Palitana

હાલ સારવાર લઈ રહેલા તમામ લોકોની હાલત સ્થિર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અસરગ્રસ્તોમાં અંદાજે 100 જેટલા બાળકો પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ સુરતના કતારગામમાં વિસ્તારમાં લગ્નના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતા 92 લોકોને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

Advertisement

Trending

Exit mobile version