Sihor

બોટાદની ઘટનાને લઈ સિહોર સમસ્ત દેવીપૂજક સમાજની આક્રોશ રેલી ; આવેદનપત્ર પાઠવાયું

Published

on

પવાર

  • બોટાદ રેપ વીથ મર્ડર કેસના ઘેરા પ્રત્યાઘાત, બોટાદમાં દેવીપૂજક સમાજની બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરનારને કાયદાનો ભાન કરાવવા માંગ, સિહોરમાં રેલી સાથે મામતદારને આવેદન પત્ર અપાયું

બોટાદ ખાતે નવ વર્ષિય બાળા પર બળાત્કાર કરી નિર્મમ હત્યા કરાયાની ઘટનાને લઈ ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે. જેને લઈ સિહોર તાલુકામાં પણ આજે સમસ્ત દેવીપૂજક સમાજના ભાઈ-બહેનોએ અમને ન્યાય જોઈએના નારા લગાવી શહેરના માર્ગ પર રેલી યોજી હતી અને પ્રાંત ખાતે પોહચી અધિકારીને બોટાદમાં બનેલી ઘટનાના આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

outrage-rally-of-all-devi-worshiping-society-in-sehore-over-botad-incident-application-sent

આવેદનમાં જણાવ્યું હતું કે, બોટાદ ખાતે દેવપૂજક સમાજની નવ વર્ષની બાળા પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર નરાધમો સામે ત્વરિત પગલા ભરી કડકમાં કડક સજા-ફાંસીની સજા આપી ન્યાય આપવાની માંગ હતી. સિહોર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના દેવીપૂજક સમાજે બોટાદમાં નવ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ કરી મોત નિપજાવ્યાંની ઘટનામાં મામતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

outrage-rally-of-all-devi-worshiping-society-in-sehore-over-botad-incident-application-sent

આવેદન પત્રમાં જણાવાયું હતું કે બોટાદમાં ગત 15 જાન્યુઆરી 2023ના રોજ સાંજના સમયે બોટાદ ગામની દેવીપૂજક સમાજની નવ વર્ષની માસુમ બાળકી પતંગ લેવા ગઈ હતી, તે સમયે આરોપી રાજેશ દેવસંગ ચૌહાણે ઢાંકણીયા રોડ ઉપર આઈ.ટી.આઈ. પાછળ ફુલવાડી તરીકે ઓળખાતા વિસ્તામાં આવેલા ખંડેર કવાર્ટરમાં લઈ જઈ બાળાને અર્ધનગ્ન કરી દુષ્કર્મ કરી મારી નાખ્યું હતું. જે અનુસંધાને સિહોર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના દેવીપૂજક સમાજના લોકો દ્વારા આરોપી રાજેશ દેવસંગ ચૌહાણની સામે કડકમાં કડક હાથે કામ લઈ કાયદાનું ભાન કરાવવાની માંગ કરી હતી

Trending

Exit mobile version