Bhavnagar
આગામી આવનારી ડિફેન્સની ભરતીઓને ધ્યાને રાખી ભાવનગરમાં દરેક માટે ફ્રી ફિઝિકલ તાલીમનું આયોજન
દેવરાજ
આગામી સમયમાં આવનારી ડિફેન્સની ભરતીઓને ધ્યાને રાખી જેવી કે આર્મી, BSF, CRPF, SRPF, પોલીસ કોન્સ્ટેબલ, PSI, ફોરેસ્ટની 90 દિવસનાં ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન શિવમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રજી.નં.એફ/3587 અને મિશન ફૌજ એકેડેમી ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર નારી દ્વારા કરવામાં આવેલ છે.
આ ટ્રેનિંગ કેમ્પમાં કોઈ પણ જ્ઞાતિ અને ભરતીમાં રજિસ્ટ્રેશન કરી શકે તેવા દરેક જવાનો ભાગ લઈ શકશે. અગાઉ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. સ્થળ: નારી ગામ, તા.જી ભાવનગર.
સંપર્ક: હિતેન્દ્રસિંહ રાણા ( હિતુભા નારી ) 7984210001, 9737277908 નો સંપર્ક કરવા જણાવાયું છે.