Sihor
સિહોર આઈ.ટી.આઈ.ખાતે ફ્રી સમર કેમ્પનું આયોજન
દેવરાજ
સિહોર આઈ.ટી.આઈ ખાતે આગામી તા.૦૧/૦૬/૨૦૨૩થી સમર કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે. જેમાં મુખ્ય મુદ્દાઓ, ટેકનીકલ નોલેજ તેમજ સ્કિલ મેળવવા ચાર દિવસનો સમર કેમ્પ, કેમ્પમાં ધોરણ-૮ અને તેની ઉપરનાં તેમજ કોલેજનાં ભાઈઓ-બહેનો ભાગ લઇ શકશે.
અગ્નીવીર યોજનાનાં સંદર્ભે આઈ.ટી.આઈ. નું મહત્વ, આઈ . ટી. આઈ.માં થતી આર.ટી.ઓ.નાં લર્નિંગ લાઇસન્સની કામગીરી તથા મોટર ડ્રાઈવીંગ સ્કૂલ વિષે માહિતી, પ્રેક્ટીકલ હેન્ડ્સ ઓન તાલીમ (ત્રણ દિવસ), બેઝીક વાયરીંગ, પંખાનું ફીટીંગ, સ્વીચનું રીપેરીંગ, બેઝીક વેલ્ડિંગ, બેઝીક ફીટીંગ, બેઝીક મેજરમેન્ટ ઇન્સ્ટ્રુમેંટની સમજ, કોમ્પ્યુટરનાં હાર્ડવેર, સોફ્ટવેર તથા TOT (ઈન્ટરનેટ ઔફ થીંગ્સ) ની માહિતી આપવામાં આવશે.