Sihor
સર્વોત્તમ ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે ; મહેન્દ્ર પનોત
પવાર
સિહોરના દેવગાણા રાણપરડા સહિત ગામોમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાઓ મળી, અને દૂધ ઘરના ઉદ્ઘાટનો થયા, મહેન્દ્ર પનોતની વિશેષ ઉપસ્થિતિ
સિહોરના દેવગાણા રાણપરડા અને નવા પા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા તથા નવા પા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના દૂધ ઘર ઉદ્ઘાટન સર્વોત્તમ ડેરી ના સ્થાપક ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષસ્થાને તા. ૦૩/૦૭/૨૦૨૩ અને તા. ૦૫/૦૭/૨૦૨૩ના રોજ સર્વોત્તમ ડેરીના સ્થાપક મેનેજિંગ ડીરેક્ટર શ્રી એચ.આર.જોષી, ચીફ જનરલ મેનેજર શ્રી વાય એચ જોષી, જનરલ મેનેજર શ્રી એન.યુ.ઝીઝાળા, સિનિયર મેનેજર શ્રી કે.ડી.બારૈયા, સહકાર મેનેજરશ્રી એમ.એ.કામળીયા, મંડળીના પ્રમુખશ્રી અને વિશાળ સંખ્યામાં સભાસદો સાથે મળી જેમાં એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી.
વાર્ષિક સાધારણ સભામાં શ્રી દેવગાણા-મ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી ના દૂધ ભરતા તમામ સભાસદોને ૯,૯૫,૪૮૦/-, રાણપરડા-મ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી ૨,૮૪,૫૨૭/- અને નવા પા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી ૨,૯૯,૬૩૮/- ના દૂધ ભરતા તમામ સભાસદોને બોનસના રૂપમાં નફો વહેચવામાં આવ્યો. જેમાંથી વધારે દૂધ આપનાર ૧ થી ૧૦ નંબરને બોનસના ચેકનું ચેરમેનશ્રી અને મેનેજિંગ ડીરેક્ટરશ્રીના વરદ્હસ્તે વિતરણ કરવામાં આવ્યું. સાથે તમામ દૂધ ઉત્પાદકને દુધના પ્રમાણમાં માતબર રકમ ચુકવવામાં આવી. જેથી સભાસદોમાં હર્ષની લાગણી પ્રસરી હતી. અંતમાં સર્વોત્તમ ડેરી ના સિનિયર મેનેજર શ્રી કે.ડી.બારૈયાએ સ્વચ્છ દૂધ ઉત્પાદન વિષે માહિતી આપેલ.
જનરલ મેનેજર શ્રી એન. યુ.ઝીઝાળાએ ઓછા પશુએ વધુ દૂધ ઉત્પાદન મળે, સાથે સર્વોત્તમ દાણ ખવરાવવાથી થતાં ફાયદા વિષે સમજાવેલ, ચીફ જનરલ મેનેજર શ્રી વાય એચ જોષીએ આધુનિક અને વેજ્ઞાનિક અભિગમથી પશુપાલન વિષે માહિતી આપેલ. મેનેજિંગ ડીરેક્ટર શ્રી એચ.આર.જોષીએ પોતાની આગવી શૈલીમાં પશુપાલકોને માર્ગદર્શન આપી જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ જેવીક આનુવાંશિક ક્રાંતિ માટે હાકલ કરેલ. ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પનોતે ગાય આધારિત ઝીરો બજેટ તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપેલ તથા ઉપરોક્ત દૂધ મંડળીઓએ વર્ષ દરમ્યાન ખુબ સરાહનીય કામગીરી કરી માતબર નફો કરેલ છે તે બદલ દૂધ મંડળી અને તેના તમામ સભાસદોને અભિનંદન આપેલ. અલગ અલગ મંડળી પર સભાનું સફળ સંચાલન સહકાર મેનેજર શ્રી એમ.એ.કામળીયાએ કરેલ.