Tech

એક સમયે જે મોબાઈલ જબરદસ્ત ટ્રેન્ડમાં હતા આજે તે ભંગારમાં પણ નથી વેચાતા

Published

on

દરેક સમયમાં અલગ અલગ મોબાઈલ ફોનનો ટ્રેન્ડ ચાલે છે. અહીં જે મોબાઈલની વાત કરવામાં આવી છે તેને 80-90ના દાયકામાં જન્મેલા લોકો સારી રીતે જોયા હશે. પણ આજની પેઢીએ ભાગ્યે જ આવા મોબાઈલ જોયા હશે. માર્કેટમાં નવા મોબાઈલ આવવાને કારણે અને 5જી નેટવર્કને કારણે આ મોબાઈલનો ટ્રેન્ડ ઘટી ગયો હતો.

Nokia 8110 : 145 ગ્રામનો આ મોબાઈલ ફોન નોકિયાનો પહેલો ફોન હતો જેમાં સ્પષ્ટ મોનોક્રોમ ગ્રાફિક એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આજના સમયમાં લોકો તેને ‘મેટ્રિક્સ ફોન’ તરીકે ઓળખે છે અને તે તેના સમયમાં ખૂબ જ લોકપ્રિય પણ હતો.

 

 once-upon-a-time-these-mobile-was-in-great-trend

Siemens S10: આ ફોનને આઉટડેટેડ મોબાઈલ ફોન કહેવામાં આવતો. તેન ડિસપ્લેને લાલ, વાદળી અને સફેદ રંગ આપી શકાતો હતો. આ મોબાઈલ વઘારે ખરીદવામાં આવતો ના હતો.

Motorola StarTac : આ ફોન 1996ની આસપાસ લોન્ચ થયો હતો. આ ફોન ખુબ વેચાયો હતો. તેના સરસ ડિઝાઈન અને ફ્લિપ લિડને કારણે તે ખુબ ટ્રેડમાં હતો.

Advertisement

Nokia 8210 : આજે પણ ઘણા લોકો આ ફોન વાપરતા જોવા મળે છે. આ ફોન વર્ષ 1999ની આસપાસ લોન્ચ થયો હતો. તેમાં વાઈફાઈ, બ્લૂટૂથ કે જીપીઆરએસ જેવી સુવિધા ના હતી છતા તે લોકો વચ્ચે ઘણો ટ્રેડમાં હતો.

Nokia 6110 : આ પહેલો એવો મોબાઈલ ફોન હતો, જેમા સાપની રમત હતી. આ ફોન 1998માં બહાર આવ્યો હતો. તેમા નોકિયાના પહેલા મોડલ 2110 કરતા વધારે ટોક ટાઈમ આપવામાં આવ્યુ હતુ.

Trending

Exit mobile version