Sihor
પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે સિહોરમાં કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ તેમજ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું
દેવરાજ
સિહોર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે સ્વ.રાજીવ ગાંધીની તસ્વીરને પુષ્પાંજલી કરી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, ધીરુભાઈ ચૌહાણ, માવજીભાઈ સરવૈયા,દિનેશભાઈ પટેલ, કેશુભાઈ ભગત, છોટુંભા રાણા, યુવરાજ રાવ, રાજુભાઈ ગોહિલ, કિરીટભાઈ મોરી, પરેશભાઇ શુક્લ, ચેતનભાઈ ત્રિવેદી, રાજેશભાઈ બુદ્ધભટ્ટી, રફિકભાઇ, રહીમભાઈ મહેતર, પાર્થ ત્રિવેદી, ધવલ પલાનીયા વગેરે વિવિધ સેલના આગેવાનો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આંબેડકર ચોક ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો સ્વ.રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકેનાં તેમના કાયૅકાળ દરમિયાન અનેકવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટર ક્રાંતિનાં અને ટેલીફોન ક્ષેત્રે ભારતની પ્રગતિએ સ્વ રાજીવ ગાંધીનું ૨૧ મી સદીના સમગ્ર ભારતના સ્વપ્નદ્રષ્ટા હતાં આજે સિહોરના આંબેડકર ચોક ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ.રાજીવ ગાંધીની તસ્વીરને પુષ્પાજંલી અર્પણ કરી શ્રધ્ધાજલી પાઠવી હતી તેમજ ઠંડી છાશનું વિતરણ પણ કરાયું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ દ્વારા જણાવ્યું હતું કે , સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાજંલી અને છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે જે ટેકનોલોજી છે, મોબાઇલ, કોમ્પ્યુટર અને મારુતિ હોય આ બધી રાજીવ ગાંધીની જ દેન છે.