Gujarat
હવે ગાભા કાઢી નાખે તેવી ગરમી સહન કરવા તૈયાર રહેજા : પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું
દેવરાજ
ગરમીનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચી શકે : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થઈ જતાં હવે ઉનાળો તેનો અસલી મિજાજ બતાવશે – લોકોને કામ સિવાય બહાર ન નીકળવા હવામાન વિભાગની અપીલ : શરીરમાં પાણી ઓછું ન થાય તે માટે તકેદારી રાખવા સૂચન
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદે કેર વર્તાવ્યો હતો પણ હવે તેની અસર પૂરી થઈ ગઈ છે અને ઉનાળો તેનો અસલી મિજાજ દેખાડી રહ્યો છે. છેલ્લા બે વિસથી અંગ ઝાડતી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે અને આગામી વિસોમાં આ ગરમી વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે અને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૪૩ થી ૪૪ ડીગ્રી સુધી જઇ શકે છે. અને ઉનાળો આકરો બની શકે છે.
હવામાન વિભાગ આજથી પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં હવે આકરા ઉનાળાએ દસ્તક દીધી છે અને તેની શરૂઆત છેલ્લા બે દિવસથી જેાવા મળી રહી છે. ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે આજે ૪૨ ડીગ્રીએ પહોંચ્યો હતો અને આગામી દિવસોમાં ૪૪ ડીગ્રીએ પહોંચી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં આગામી વિસોમાં ગરમીનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચી શકે છે. અસલ ગરમીમાં શરીરમાંથી પાણી ઓછું ન થઈ જાય તે માટે સતત પાણી પીતા રહેવું , લીંબુ સરબત કે છાશ પીતા રહેવા માટે પણ હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. હવે આખો મહિનો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી શકે છે અને આકરો ઉનાળો લોકોને તોબા પોકારાવશે એ નક્કી છે.