Bhavnagar

એક પણ ઉમેદવાર પસંદ ના હોય તો NOTAનો ઉપયોગ કરી શકાય

Published

on

બરફવાળા

  • ચૂંટણીમાં NOTAનો વિકલ્પ ઉપલબ્ધ કરાવનાર ભારત વિશ્વનો ૧૪મો દેશ બન્યો

ચૂંટણીમાં જો પ્રજાને કોઈ પણ ઉમેદવાર પસંદ ન આવે, અથવા તો કોઈ પરિસ્થિતિઓમાં યોગ્ય ઉમેદવાર જ નજર ન આવે તો પ્રજા શું કરે ?..આ સવાલના જવાબ માટે જ નોટા (NOTA)ના રૂપમાં ભારતના ચૂંટણી પંચે સમાધાન આપ્યું છે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ બે તબક્કામાં યોજાવા જઈ રહી છે, મતદારો પોતાના મનપસંદ ઉમેદવારોને મત આપીને વિધાનસભામાં તેના પ્રતિનિધિ ચૂંટશે. પરંતુ જે મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપવા નથી માગતા, આમ છતાં મતાધિકારનો ઉપયોગ કરવા માગે છે અથવા તો પોતાના વિસ્તાર/વિધાનસભા ક્ષેત્રમાં ઉભેલા ઉમેદવારોમાંથી તેમને કોઈ પણ ઉમેદવાર યોગ્ય નથી લાગતું..તેવા સંજોગોમાં  મતદાર ઇવીએમમાં નોટાનું બટન દબાવી શકે છે.

ચૂંટણી પંચ દ્વારા મતદારોને એક વિશેષ અધિકાર આપવામાં આવે છે. જેને નોટા તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ ચૂંટણીમાં ઉભેલા તમામ ઉમેદવારોને નાપસંદ કરવા માટે થાય છે. નોટાનું બટન ઈ. વી. એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં સૌથી છેલ્લે ગુલાબી રંગનું હોય છે. જેનો ગુજરાતીમાં અર્થ ‘આપેલ પૈકી એક પણ નહિ એવો થાય છે. ભારતમાં નોટાની શરૃઆત સુપ્રીમ કોર્ટના વર્ષ-૨૦૧૩માં આપવામાં આવેલા એક આદેશ બાદ થઈ હતી. આ આદેશ બાદ નોટાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવનાર ભારત વિશ્વનો ૧૪મો દેશ બની ગયો. મતદાર જો નોટા બટનોનો ઉપયોગ કરે તો કોઈ પણ ઉમેદવારને મત મળતો નથી. મતગણતરી દરમિયાન નોટાનાં મત ગણવામાં આવે છે, પરંતુ તેને અમાન્ય મત કહેવામાં આવે છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે, કુલ મતદાનના સૌથી વધુ મત નોટાને મળે એટલે કે અમાન્ય મત હોય તો પણ પરિણામ ઉપર કોઈ અસર થતી નથી.

Trending

Exit mobile version