Bhavnagar

સવારે સામાન્ય ઠંડી અને બપોરે ઉનાળાનો અહેસાસ !

Published

on

પવાર

  • રાજયમાં સર્વત્ર સવાર અને બપોરનું તાપમાન ઉંચકાયું: બપોરના સમયે ગરમીનો અનુભવ

ભાવનગર સહિત રાજયમાં હવે ઠંડીનું અંતિમ ચરણ ચાલી રહયું છે. ત્યારે ફરી છેલ્લા બે ત્રણ દિવસોથી સવારનું અને બપોરનું તાપમાન ઉંચકાવા લાગ્યું છે. સવારે સામાન્ય ઠંડક અને બપોરે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગ પણ જણાવે છે કે, હવે આવતી તા.15 સુધી વહેલી અને રાત્રે સવારે સામાન્ય ઠંડી અનુભવાશે.

Normal cold in the morning and feeling of summer in the afternoon!

જયારે, બપોરના ભાગે ગરમીનો અહેસાસ થશે. ઉલ્લેખનીય છે કે, બપોરે પણ રાજ્યના અનેક સ્થળોએ 31 થી 32 ડિગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાતા લોકોએ ગરમી અનુભવી હતી. નગરજનોએ ઉનાળાના આરંભ જેવો તાપ અનુભવ્યો હતો.દરમ્યાન છેલ્લા બે દિવસથી રાજયના મોટાભાગના શહેરોમાં સવારનું તાપમાન ઉંચકાતા ઠંડી સાવ ગાયબ થઇ ગઇ છે.

Exit mobile version