Sihor
સિહોર શહેર અને તાલુકામાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને લઇ કોઇ બાંધછોડ નહિ : પીઆઇ ભરવાડ
પવાર – બુધેલીયા
પોલીસ દ્વારા શહેરની શાળા કોલેજોમાં નવતર પ્રયોગ, મહિલાઓ સાથે બનતા જાતિય સતામણીના બનાવો અટકાવવા અંગે જાગૃતિ લાવવા શાળા કોલેજોમાં માર્ગદર્શન સેમીનાર
સિહોર શહેર અને તાલુકાના વિસ્તારોમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને લઇ કોઇ પ્રકારની બાંધછોડ કારણે નહિ તેમ સ્પષ્ટપણો અને આકારા શબ્દોમાં પીઆઇ ભરવાડે જણાવ્યું હતું. સિહોર પોલીસ દ્વારા નવતર અભિગમ શરૂ કરી એક જનજાગૃતિ માટેના સેમિનારો શરૂ કરવામાં આવ્યા છે સિહોર અને તાલુકા વિસ્તારોમા કાયદો-વ્યવસ્થા તેમજ જાહેર સલામતીનાં મામલે કોઇપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે. નહિ એટલુ જ નહિ કોઇપણ ચમરબંધી કે, ગુનેગારને છોડવામાં આવશે નહિં.
પીઆઇ ભરવાડે વધુમાં જણાવ્યુ હતું કે, પોલીસ પ્રજાનો મિત્ર છે અને લોકોને સલામતી મામલે કોઇ પ્રશ્ન કે સમસ્યા રહે નહિ તે જોવાની જવાબદારી સાથે સ્ટાફને પણ સુચનાઓ આપવામાં આવી છે. તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલ કોલેજો માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તથા નોકરીઓના સ્થળે મહિલાઓ સાથે બનતા જાતીય સતામણીના બનાવો બનતા હોય છે પરંતુ ઘણીવાર મહિલાઓ સમાજમાં પોતાની બદનામી થવાના ડરથી કે ઘણા આવારા તત્વોની બીકના કારણે પોતાની મૂઝવણો અંગેના પ્રશ્નોએ વાચા આપી શકતી નથી જેનાથી મહિલાઓને આત્મહત્યા કરવા મજબૂર થવું પડે અને આત્મહત્યા ના બનાવ પણ બને છે.
આવા બનાવો બનતા અટકાવવા અને મહિલાઓ પોતાના પ્રશ્નો ઉજાગર કરી તોઓને મૂંઝવતા પ્રશ્નોને વાચા આપી કોઇ પણ ડર વિના પોલીસનો સંપર્ક કરી જાણ કરી શકે તે અંગે જાગૃતિ લાવવાના નવતર અભિગમ પોલીસ દ્વારા શરૂ કરાયો છે પોલીસ સ્ટેશન વિસ્તારની શાળાઓ કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તથા નોકરીઓના સ્થળે મહિલાઓ સાથે બનતા જાતીય સતામણીના બનાવો અંગે મહિલાઓ પોતાને મૂઝવણો અંગેના પ્રશ્નોએ વાચા આપી શકે અને મહિલાઓને આત્મહત્યા કરવા મજબૂર થવુ ન પડે અને મહિલાઓ ભય મુકત બની પોતાના પ્રશ્નો ઉજાગર કરી શકે તે અંગે જાગૃતિ લાવવા શાળાઓ/કોલેજોમાં સેમિનાર તેમજ માર્ગદર્શન શિબીરનું આયોજન કરવામાં આવે છે