Sihor
સિહોરના જીથરી ગામે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ ખાતે નેશનલ ઓરલ પેથોલોજીસ્ટ દિવસની ઉજવણી
દર્શન જોષી
સિહોરના અમરગઢ ખાતે આવેલ કે જે મહેતા ટી બી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ ખાતે ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ પેથોલોજી એન્ડ ઓરલ માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ૨૫ ફેબ્રુઆરી એ ઉજવાતા નેશનલ ઓરલ પથોલોજિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન ઓર્ગેનાઇઝેશન ચેરમેન ડો.મોહસીન ઘાંચી, ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી ડો.નિધિ ધાકર દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કોલેજના આચાર્ય ડો.રોસૈયા કાનપારથી, વાઇસ પ્રિન્સિપાલ ડો.પંકજાક્ષી બાઈ, કોમ્પિટિશન કોરડીનેટર ડો.મંદિપસિંહ ગોહિલ તેમજ કોલેજ સ્ટાફ જોડાયો હતો. કોલેજ ના તબીબ વિધાર્થીઓ એ કાર્યક્રમને સફળ બનવવા જહેમત ઉઠાવી હતી.