Sihor
સિહોર પંથકમાં વિવધ સ્થળોએ નારી વંદના કાર્યક્રમ ની ઉજવણી કરાઈ – 181 અભયમ સેવા દ્વારા અપાઈ માહિતી
દેવરાજ
હાલ નારી વંદના કાર્યક્રમ ની ઉજવણી કરાઈ રહી છે. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓમાં મહિલાઓની સુરક્ષા માટે સરકારી સેવાઓની માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.
ત્યારે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે નારી વંદના કાર્યક્રમમાં ૧૮૧ મહિલા અભયમ કાઉસેલર સરવૈયા વૈશાલી અને મહિલા કોન્સ્ટેબલ કોમલબેન હાજર રહ્યા હતા. જેમાં ઉપસ્થિત મહિલાઓ ને કટોકટી સમયે અભયમ સેવા કેવી રીતે ઉપયોગ થાય છે, ઘરેલુ હિંસા, આત્મહત્યા, છેડતી જેવા સમસ્યાઓમાં અભયમ સેવા ૨૪ કલાક મદદ માટે હાજર હોય છે.
સાથે જ અભયમ એપ્લિકેશન દ્વારા મહિલાનું લાઈવ લોકેશ ટ્રેસ કરીને ઘટના સ્થળે મદદ પહોંચાડવા માં આવે છે. આ સાથે સિહોરની સચિદાનંદ ગુરુકુલ, વલાવડ કન્યા વિધાલયમાં પણ માહિતી આપવામાં આવેલ.