Rajkot

નરેન્દ્ર મોદી રાજકોટમાં : વિકાસની નવી ઉડાન

Published

on

કુવાડીયા

  • વિમાન પ્રવાસીઓથી માંડી વાહનચાલકોને મળી નવી સુવિધા: સૌની યોજનાથી નવી હરીયાળી ક્રાંતિ: વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ-લાયબ્રેરી સહિતના 2033 કરોડના કામોની સૌરાષ્ટ્રના લોકોને ભેટ આપતા પ્રધાનમંત્રી

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજયના પ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ, કેકેવી ચોકના મલ્ટીલેવલ ફલાયઓવર બ્રીજ, સૌની યોજના સહિતના રૂા.2033 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂા./1405 કરોહના ખર્ચે 23 હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલા ગ્રીનફિલ્ડ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ લોકોને સમર્પિત કરતા રાજકોટના વિકાસને નવી દિશા મળી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, વન પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ, રાજકોટના મેયર પ્રદિપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસદ રમેશભાઈ ધડૂક, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, મહેન્દ્રભાઈ પાડલીયા, જીતુભાઈ સોમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

narendra-modi-in-rajkot-a-new-flight-of-development

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એરક્રાફટએ આજે બપોરના રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરતા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ તેઓએ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી એરપોર્ટના ટર્મીનલનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ ત્યાંથી નિકળી હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટ પર આવી ત્યાંથી બાય રોડ, રેસકોર્ષ ખાતે સભા સ્થળ પર પહોંચેલ હતા. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સભા સ્થળ સુધીના રૂટ પર તેઓનું 140 જેટલી વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓનું ભવ્ય અભિવાદન કરવામાં આવેલ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જંગી જનમેદનીને સંબોધનાર છે. રેસકોર્ષ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રૂા.394 કરોડના ખર્ચે સૌની યોજનાની લિંન્ક 3ના પેકેજ 8 અને 9 રૂા.129 કરોડના ખર્ચે કે.કે.વી. ચોક ખાતે નિર્માણ કરાયેલ મલ્ટીલેવલ ફલાયઓવર બ્રીજ રૂા.41.71 કરોડના ખર્ચે ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાણીની પાઈપલાઈન રૈયાધારમાં રૂા.29.73 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોઠારીયામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેમજ ગોવિંદબાગ પાસે રૂા.8.39 કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરી જનતાને સમર્પિત કરનાર છે. વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ મહાનગર પાલિકાના રૂા.234 કરોહના વિકાસ કામોનું લોકાર્પણ કરાશે. સૌની યોજનાના લીંગ-3ના પેઈજ-8 અને 9ના લોકાર્પણથી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારોને સિંચાઈ માટેના પાણી તેમજ એક લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે.

Trending

Exit mobile version