Sihor

સિહોરના ઢૂંઢસર ગામનો નગારે ઘા ; બલાડદેવ માતાજી અને શિવાનંદ બાપુની હાજરીમાં શપથ લીધા કે ગામનો એક સભ્ય પણ મતદાન નહિ કરે

Published

on

પવાર

ગામે ગામ સમસ્યા અને મુશ્કેલીઓને લઈ તંત્ર મૂંઝવણમાં ; એક પછી એક ગામોનો રોષ બહાર આવી રહ્યો છે : ઢૂંઢસર ગામના સમસ્ત ગામ લોકોએ બલાડદેવ માતાજી અને શિવાનંદ બાપુની હાજરીમાં શપથ લીધા કે ગામનો એક સભ્ય પણ મતદાન નહિ કરે, શેત્રુજી પાણીનું પાણી આપવાનો સમગ્ર મામલો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષકારોમાં હલચલ મચી રહી છે. અનેક પાર્ટીમાં પક્ષ પલટો અને ઉમેદવારોની નારાજગી સામે આવી રહી છે. ચૂંટણીની તૈયારીઓમાં દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન સિહોરના વધુ એક ગામેં ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું કરતા ભારે ચકચાર જાગી છે શેત્રુજી પાણી મામલે ઢુંઢસર ગામના લોકોએ અનોખો આક્રોશ વ્યકત કરી આવનારી વિધાનસભા ચૂંટણીના મતદાનનો સમગ્ર ગ્રામજનો દ્વારા આ ગામની અંદર શેત્રુજી ડેમનું મીઠું પાણીની માંગણીઓનું નિરાકરણ ના આવે તો ચુંટણી બહિષ્કાર કરી કોઈપણ પક્ષ તરફી મતદાન નહિ કરવાની શપથ માં બલાડદેવ માતાજી અને શિવાનંદ બાપુની સાક્ષીએ સમગ્ર ઢુંઢસર ગામ દ્વારા શપથ પ્રતિજ્ઞા લઇ ચુંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરેલ છે

જે બાબતે આ ગામમાં કોઈપણ રાજકીય પક્ષ દ્વારા ચુંટણી પ્રચાર કરવા આવવું નહિ અન્યથા ગામમાં આવનારા કોઈપણ કાર્યકરોને જો કોઈ અનઘટીત ઘટના કારણો સર્જાય તેની સંપૂર્ણ જવાદારી જે તે પક્ષની રહેશે લોકોનું કહેવું છે કે પાલીતાણા મતવિસ્તારના ભાજપના ઉમેદવારને અનેક વખત સિહોર તાલુકાના ઢુંઢસર ગામ પાલીતાણા મતવિસ્તારમાં આવતું હોય જે ઢુંઢસર ગામના સમગ્ર લોકો દ્વારા ભેગા મળીને પ્રતિજ્ઞા લીધેલ છે જ્યાં સુધી શેત્રુંજી ડેમનું મીઠું પાણી ના મળે ત્યાં સુધી રાજકીય આગેવાનો કોઈ પણ પાર્ટીના વ્યક્તિ પ્રવેશ કરવો નહીં ગઈ વિધાનસભામાં વખતો વખત અનેક રજૂઆતો કરવા છતાં આજુબાજુના તમામ ગામડાઓમાં મીઠું પાણી મળી રહ્યું હોય તો ઢુંઢસર ગામને કેમ પાણી ના મળે પાણી બાબતનો ઢુંઢસર ગામનો ખુબજ મોટો પ્રશ્ન બની ગયેલ હોય અને આ પ્રશ્ન દ્વારા ગામના તમામ વ્યક્તિઓએ સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે તથા ખૂબ જ મોટા પ્રમાણે આક્રોશ વ્યક્ત કરેલ છે અને માં બલાડદેવ માતાજી અને શિવાનંદ બાપુના આશ્રમે માતાજીની સાક્ષીએ ગામ લોકો દ્વારા શપત લીધેલ છે જેને લઈ ભારે ચકચાર જાગી છે

Exit mobile version