Sihor

સિહોર માં આવેલી મુથુટ ફિનકોર્પ લી સાથે ૩.૨૧ લાખની છ શખ્સોએ કરી છેતરપિંડી

Published

on

પવાર

કંપનીમાં ખોટા ઘરેણા આપી લોન મેળવી લીધી હતી અને ખોટા ઘરેણા ને સાચા ગણાવી કંપનીના સંચાલકોને વિશ્વાસમાં લીધા હતા

સિહોર ખાતે આવેલી મુથુટ ફિનકોર્પ લી.નામની કંપની દ્વારા સોનાના ઘરેણા પર લોન આપવાની સહિતની કાર્યવાહી કરે છે ત્યારે છ શખ્સોએ કંપનીને ખોટા ઘરેણા આપી લોન મેળવી લઇ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની કરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાઇ હતી.

Muthut Fincorp Ltd in Sihore was defrauded of Rs 3.21 lakh by six persons.

આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર મૂળ ઉના જી.ગીર સોમનાથ વિધ્યાનગર સોસાયટી દેલવાડા રોડનાં વતની અને હાલ હનુમાનપરા રોડ કડવા પટેલ સમાજની વાડી નજીક , અમરેલી ખાતે રહેતા અને મુથુંડ ફિનકોર્પ લિમિટેડ કંપનીમાં એરીયા મેનેજર તરીકે અમરેલી અને ભાવનગર જીલ્લામાં કરજ બજાવતા કૃણાલ રાજેશભાઈ ઉપાધ્યાયે સિહોર પોલીસ મથકમા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે નીલેષભાઇ ચેતનભાઇ રહે ઉંડવી, જનકબેન ચેતનભાઇ રહે ઉંડવી, રવીભાઇ ચેતનભાઇ રહે ઉંડવી, હમીરભાઈ બાલાભાઈ રહે સિહોર, અમીતભાઇ મેધજીભાઇ રહે સિહોર, વિપુલભાઇ પ્રભાતભાઇ રહે સિહોરએ તમામ ઇરાદાપુર્વક ખોટા ઘરેણા આપી છેતરપીંડી કરીને મુથુટ કિનકોર્પ લી.નામની કંપની પાસેથી કુલ ૧૬ લોન પેટે કુલ ૩.૨૧,૨૫,૧૩૯ ની રકમ મેળવી કંપની સાથે ગુન્હાહિત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની કરિયાદ નોંધાવી હતી

Advertisement

Exit mobile version