Sihor
નગરપાલિકા તંત્ર નાપાસ ; સિહોર વોર્ડ નં. 2માં દૂષિત પાણી વિતરણ કરાતાં દેકારો ; માવજી સરવૈયા પાણીની બોટલ ભરી પાલિકાએ પોહચ્યા
Pvat
આવું પાણી પી ને માંદગી ન આવે તો જ નવાઇ, જે પાણી વાપરવામાં પણ ન ચાલે તેવું પીવા માટે અપાય છે, દુષિત પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સામે ખતરો જાગ્યો
સિહોરમાં વોર્ડ નંબર 2માં પાલિકા દ્વારા પીવાનું પાણી દૂષિત વિતરણ થતાં લોકો માં રોષ વ્યાપી ગયો છે તંત્રના વાંકે લોકોને દુષિત પાણી પીવું પડી રહ્યું છે. સિહોરના વોર્ડ નંબર 2 માં પીવાનું પાણી દુષિત વિતરણ કરવા મામલે માવજી સરવૈયા પાણીની બોટલ ભરી પાલિકા ખાતે પોહચી તંત્રને રજુઆત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ગંદુ અને દુર્ગંધ મારતું ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતું હોય છે લોકોનું આરોગ્ય જોખમાય તેવી દહેશત ઉભી થઇ છે તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહીની માગણી કરાઈ છે. સિહોરની નગરપાલિકા એવી નગરપાલિકા છે કે જે લોકોને પાયાની સુવિધા આપવામાં લગભગ કાયમ માટે ઊણી ઊતરી હોય એવું નગરજનોને લાગે છે.
મોટાભાગના વિસ્તારોમાં દુષિત પાણી વિતરણ થતું હોવાની વ્યાપક ફરિયાદ ઊઠવા પામી છે. અને આ અંગે નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સિહોરના ગુંદાળા વિસ્તાર, નંદનવન સોસાયટી, સહિતના અનેક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ડહોળું અને દુર્ગંધયુકત પાણી વિતરણ થઇ રહ્યું છે. સિહોરમાં રોગચાળો ફાટી નીકળવાની સંપૂર્ણ શકયતા છે. આ અંગે તંત્ર પોતાની જવાબદારી સ્વીકારશે ? સિહોરના જે-જે વિસ્તારોમાં દુષિત પાણી અંગેની ફરિયાદ હોય તે વિસ્તારમાં દુષિત પાણી કઇ રીતે આવે છે તે માટેની તપાસ કરી આ વિસ્તારોમાં શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.