Bhavnagar

ભાવનગરની શાળાઓમાં 20 હજાર બાળકોને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પતંગ અને બિસ્કીટનું વિતરણ કર્યું

Published

on

કુવાડિયા

મકરસંક્રાંતિની ઉજવણીના ભાગરૂપે સતત 11માં વર્ષે પૂર્વ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા આ વખતે પણ દીકરા દીકરીઓને મકરસંક્રાંતિનું પર્વ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તેવા ઉમદા હેતુથી ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આજથી પતંગ વિતરણનો આરંભ કર્યો હતો.

mla-jitubhai-vaghani-distributed-kites-and-biscuits-to-20-thousand-children-in-bhavnagar-schools
mla-jitubhai-vaghani-distributed-kites-and-biscuits-to-20-thousand-children-in-bhavnagar-schools

ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 53 શાળાઓ પૈકી ભાવનગર પશ્ચિમની 27 શાળાઓ પૈકી આજરોજ સાત શાળાઓના બાળકોને પાંચ પતંગ તથા એક બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, પશ્ચિમ મત વિસ્તારની ગઈકાલ થી પતંગ વિતરણનો આરંભ કર્યો હતો.

mla-jitubhai-vaghani-distributed-kites-and-biscuits-to-20-thousand-children-in-bhavnagar-schools
mla-jitubhai-vaghani-distributed-kites-and-biscuits-to-20-thousand-children-in-bhavnagar-schools

સાત શાળાઓમાં સવારથી સાંજ સુધી વિતરણ કરવામાં આવશે. જેમાં અક્ષરપાર્ક કુંભારવાડા, હાદાનગર, બાલવાટિક પાસે બોરતળાવ, શાસ્ત્રીનગર, વિઠ્ઠલવાડી તથા બપોર બાદ પાનવાડી એસ.ટી સ્ટેન્ડ તથા વિજય ટોકીઝની સરકારી શાળાઓમાં પતંગ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

mla-jitubhai-vaghani-distributed-kites-and-biscuits-to-20-thousand-children-in-bhavnagar-schools

ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા ત્રણ દિવસ દરમિયાન ભાવનગર શહેરની પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાના બાળકો દીઠ પાંચ પતંગ અને એક બિસ્કિટનું પેકેટ મળી કુલ 1,00,000 પતંગ અને 20,000 જેટલા બિસ્કિટના પેકેટોનું વિતરણ થઈ રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version