Ahmedabad

MLA ગુજરાત લખેલી કારને અમદાવાદ-વડોદરા હાઈવે પર અકસ્માત : બેના મોત

Published

on

બરફવાળા

  • કાર રેલીંગ કુદીને સામે આવતી બસ સાથે ધડાકાભેર અથડાઈ: કારના માલિક અને પ્રવાસ કરતા લોકો અંગે તપાસ શર : બંને મૃતક કારમાં પ્રવાસ કરતા હતા

આજે સવારે અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર એક એસટી બસ તથા કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 10 થી વધુ ઘાયલ થયા છે. નડીયાદ પાસે અમદાવાદ-વડોદરાને જોડતા એકસપ્રેસ હાઈવે પર એમએલએ ગુજરાત લખેલી કાર જીજે01-એચવી-4270 અને એસટીની બસ વચ્ચે ટકકર થઈ હતી. આ ટકકર એટલી ભીષણ હતી કે એસટી બસ રેલીંગ તોડીને બાજુની સાઈડના ખાડામાં જઈ પડી હતી. કારમાં સવાર બે લોકોના મોત થયા છે.

mla-gujarat-car-accident-on-ahmedabad-vadodara-highway-two-killed

કારમાંથી એમએલએ ગુજરાત લખેલી નંબર પ્લેટ મળી આવી હતી અને એસટીના ડ્રાઈવરના જણાવ્યા પ્રમાણે કાર સ્પીડથી આવી રહી હતી અને તે ઓચિંતી ડીવાઈડર તોડીને સામે આવી રહેલી વડોદરા-ગાંધીનગર બસ સાથે ટકરાઈ હતી અને તેના કારણે બસના ડ્રાઈવરનો પણ કંટ્રોલ રહ્યો ન હતો. લાલ કલરની આ કાર ઉંધી વળી ગઈ હતી અને તેમાં પ્રવાસ કરતા બે લોકોના મૃત્યુ થયા છે. આ કાર ખરેખર ધારાસભ્યની છે કે પછી અન્ય કોઈ ધારાસભ્યના નામે નંબર પ્લેટ સાથે પ્રવાસ કરતા હતા તે અંગે હવે તપાસ ચાલુ થઈ છે અને મૃતકની ઓળખ મેળવવાના પણ પ્રયાસ શરુ થયા છે.

Trending

Exit mobile version