Bhavnagar
ટાઉન હોલ ખાતે આચાર્ય ભગવંતશ્રી નિર્મળચંદ્ર સુરીશ્વરજી મહારાજના આશિર્વાદ મેળવતાં ગૃહ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી
ભાવનગરની એક દિવસીય ઉડતી મુલાકાતે પધારેલાં હર્ષભાઇ સંઘવીએ આજે વડાપ્રધાનશ્રીની મુલાકાત સંદર્ભે વિવિધ તૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ મોતીબાગ ખાતે આવેલાં ટાઉન હોલ ખાતે શ્રી ભાવનગર જૈન મૂર્તિપૂજક ત.પા. સંઘ આયોજિત ૧૦૦૦ વર્ષીતપ આરાધના મહોત્સવમાં પહોંચ્યાં હતાં.
આ તકે હર્ષભાઇ સંઘવી અને શિક્ષણ મંત્રીશ્રીએ તપસ્વીઓના આ વર્ષીતપને વધાવી આચાર્યશ્રી નિર્મળચંદ્ર સુરીશ્વરજી મહારાજ અને કલ્પચંદ્ર સુરીશ્વરજી મહારાજના દર્શન કરીને આશિર્વાદ મેળવ્યાં હતાં.
ગૃહ મંત્રીશ્રીએ તપસ્વીની આરાધના શુભ થવાની શુભકામનાઓ સાથે તપસ્વી દિકરીએ મીઠાઇ ખવડાવી પારણાં કરાવ્યાં હતાં.તેમની સાથે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, જિલ્લા ભા.જ.પા.ના અધ્યક્ષશ્રી મુકેશભાઇ લંગાળિયા, શહેર ભા.જ.પા. અધ્યક્ષશ્રી ડો. રાજીવભાઇ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
-સુનિલ પટેલ