Bhavnagar
નારી ગામ ખાતેના CHC સેન્ટરની મુલાકાતે પહોંચ્યા મેયર અને કમિશ્નર.
બરફવાળા
3.5 કરોડ રૂ.ના ખર્ચે બનેલા CHC સેન્ટરમાં જરૂરી સાધનો અને સ્ટાફની પૂર્તિ કરાશે : બે ડોકટર,એક ગાયનેક,જરૂરી નર્સિંગ સ્ટાફ સહિત 18 લોકોનો સ્ટાફ અહીં થશે કાર્યરત : નારી અને આજુબાજુના 20 ગામના લોકોનો આરોગ્ય સેવા પૂરતી મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરી, અહીં 30 બેડની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
ભાવનગર મહાનગરપાલિકા સમાવેશ કરવામાં આવેલા 6 ગામો પૈકી સૌથી વધુ વસ્તી ધરાવતા નારી ગામના મનપામાં સમાવેશ પહેલા PHC સુવિધા ઉપલબ્ધ હતી તેમજ 20 જેટલા ગામોના લોકો આ સુવિધાનો લાભ લઈ રહ્યા હતા, પરંતુ મનપામાં સમાવેશ થયા પછી જિલ્લા પંચાયત હસ્તકના PHC સેન્ટર બંધ કરી જેની જગ્યાએ મનપા એ 3.5 કરોડના ખર્ચે બે માળની અધતન અને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય એવું CHC અર્બન હેલ્થ સેન્ટર નું નિર્માણ કરી આ વિસ્તારના લોકોને સામાન્ય બીમારી કે પ્રસુતિ સમયે અન્યત્ર ન જવું પડે તેની વ્યવસ્થા હાથ ધરી છે. જો કે કોરોનાના કપરા કાળમાં આ આરોગ્ય સેન્ટર નિર્માણ થઈ ગયા બાદ પૂર્ણરૂપે કાર્યરત કરવામાં આવ્યું ન હતું,જેથી લોકોને સામાન્ય શરદી, તાવ, ઉધરસ જેવા સામાન્ય રોગો માટે 10 કિમી દૂર આવેલા શહેર સુધી જવું પડતું હતું, આ સમયગાળામાં સેન્ટર ખાતે એક હંગામી ડોકટર,એક નર્સ અને ફાર્માસિસ્ટની નિમણૂક કરી હતી,જેથી દર્દીઓને સારવારનો પૂરતો લાભ મળતો ન હોય જેથી લોકોની વહેલી તકે આ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોકટરો સહિતના પૂરતા સ્ટાફની ભરતી કરી તેને કાર્યરત કરવાની માંગને પગલે મેયર,કમિશ્નર મનપાના આરોગ્ય અધિકારીને સાથે રાખી આ અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા.
જેમાં ગણતરીના દિવસો માજ હેલ્થ સેન્ટર પર બે મેડિકલ ઓફિસર ની નિમણુક કરી દેવામાં આવી છે અને જરૂરી દવાઓનો જથ્થો પણ પહોંચતો કરી દેવામાં આવ્યો છે, અને 30 બેડની સુવિધા ધરાવતા વોર્ડ માં 15 જેટલા બેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે, ત્યારે મેયર કીર્તિબેન દાણીધરિયા અને મનપા કમિશનરે નારી ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને હેલ્થ સેન્ટર નું નિરીક્ષણ કર્યું હતું. મેયર કીર્તિબેન એ જણાવ્યું હતું કે પહેલા જે સુવિધા લોકોને મળતી હતી એ તમામ સુવિધાઓ ટુંક સમયમાં અહીં મળતી થઈ જશે, જ્યારે કમિશનરે જણાવ્યું હતું કે વધુ એક ડોકટર અને સ્પે.ગાયનેક ડોકટર ની પણ નિમણુક કરવામાં આવશે, હાલ 10 લોકોનો સ્ટાફ ઉપલબ્ધ છે જ્યારે હજુ વધુ ભરતી કરી 18 લોકોના સ્ટાફની નિમણૂકો પણ તાત્કાલિક પૂરી કરવામાં આવશે, હાલ 15 બેડ ઉપલબ્ધ કરાવ્યા છે અને વધુ 15 બેડ પણ ટુંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે. અને તમામ ઉપલબ્ધ સારવાર અહીં જ મળતી થઈ જાય અને આ વિસ્તાર અને આજુબાજુ ગામના લોકોનો સારવાર માટે દૂર જવું ન પડે તે અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે