Bhavnagar
ભાવનગરમાં ખાનગી કોચિંગ કલાસિસના સંચાલકે ટ્યુશન ક્લાસમાં આવતી બે સગીરાની છેડતી કરી ; વાલીઓએ ફરિયાદ નોંધાવતા ધરપકડ
પવાર
આજકાલ વિદ્યાના પવિત્ર ધામમાં પણ દીકરીઓ સલામત નથી શિક્ષણ પ્રદાન કરતાં અને પરમ ગુરૂ તુલ્ય હોદ્દેયસ્થ કે જે સમાજમાં પરમ આદરપાત્ર સ્થાન આપવામાં આવ્યું છે, એવા શિક્ષકો નાબાલિક બાળાઓ સાથે નૈતિક મૂલ્યોને નેવે મૂકી અઘટિત વ્યવહાર કરતાં હોવાનાં કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવે છે. ત્યારે ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધ ને લાંછન લગાડતો કિસ્સો શિક્ષા-ન્યાયના દ્વારે આવ્યો છે. ભાવનગર શહેરના એક વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં શિક્ષણ તરીકે નોકરી કરતો શખ્સ છેલ્લા 17-18 વર્ષથી પોતાના ઘરે ધોરણ-5 થી12 સુધીના ટ્યુશન કલાસ ચલાવે છે.
આ લંપટ શિક્ષકે તાજેતરમાં કલાસિસમાં આવતી ધોરણ 11ની બે વિદ્યાર્થીની ઓની છેડતી કરી હતી. શિક્ષકે કરેલી છેડતીને પગલે ડઘાયેલી વિદ્યાર્થિનીઓએ તેની સાથે બનેલી ઘટના અંગે વાલીઓને જાણ કરતાં વાલીઓએ લંપટ શિક્ષક વિરુદ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 354 તથા પોસ્કો એકટ 8/12 મુજબ ગુનો દાખલ કરી શિક્ષકની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.