Sihor

સિહોરના ખોડિયાર મંદિર ચોકડી પાસે સોડવદરાનો શખ્સ ચોરાઉ મોટરસાઇકલ સાથે ઝડપાયો

Published

on

દેવરાજ

વરતેજ તાબેના સોડવદરા ગામમાં રહેતા ઈસમને એલ.સી.બી.એ ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી. પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર રાજકોટ રોડ, ખોડીયાર મંદિર ચોકડી પાસેથી પ્રતાપ વલ્લભભાઈ પરમાર રહે.

Man from Sodavdara caught with stolen motorcycle near Khodiyar Mandir Chowkdi in Sihore

સોડવદરાને ચોરાઉ મોટરસાયકલ, કિં. રૂ. ૧૫ હજાર સાથે ઝડપી લઇ તપાસ કરતા આ મોટરસાયકલ દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થઈ હોવાનું ખોલ્યું હતું. ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે વનરાજ પરમાર રહે. થોરાળી, તા. પાલીતાણા એ આ બાઈક આપ્યું હોવાનું જણાવતા એલ.સી.બી.એ ઇસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી અર્થે સિહોર પોલીસને હવાલે કર્યો હતો.

Exit mobile version