Politics

મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી આપ્યું રાજીનામું, જાણો કારણ

Published

on

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું રાજીનામું કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. કોંગ્રેસની ચિંતન શિબિરમાં ઠરાવ પસાર થયા બાદ તેમણે આ નિર્ણય લીધો છે.

મલ્લિકાર્જુન ખડગેએ રાજીનામું આપ્યું

વાસ્તવમાં, મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આને ધ્યાનમાં રાખીને તેમણે રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ઉદયપુરમાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં એક નેતા એક પદની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

mallikarjun-kharge-resign-from-the-post-of-rajya-sabha-opposition-leader

ખડગે ગાંધી પરિવારની નજીક છે

જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેને રાજકારણમાં 50 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ ગાંધી પરિવારના નજીકના ગણાય છે. 80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે 9 વખત ધારાસભ્ય અને 3 વખત સાંસદ રહી ચુક્યા છે. આ સિવાય વર્ષ 2020માં મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. રાજ્યસભામાં ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ 2021માં રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા.

Advertisement

Exit mobile version