Sihor

તા 20 અને મંગળવારે સિહોરમાં નિકળશે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

Published

on

પવાર

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આગામી તા.20ને મંગળવારે સિહોરમાં નિકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઇ રહી છે.

સિહોરમાં તા.20/6ને મંગળવારના રોજ અષાઢી બીજનાં રોજ પરંપરાગત રીતે એક રથયાત્રા, એક શોભાયાત્રા નીકળશે. જેમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ઠાકરદ્વારાના મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. જેમાં વિવિધ ફલોટસ,હોર્ડિગ્ઝ,શણગારેલા ટ્રેકટર્સ સહીતની રથયાત્રા સાથે ભગવાન જગન્નાથજી આખો દિવસ સિહોરના વિવિધ વિસ્તારોમાં ફરી દર્શનનો લાભ આપશે.બીજી શોભાયાત્રા વેલનાથ યુવક મંડળ દ્વારા નીકળશે.

Lord Jagannathji's grand chariot procession will leave Sihore on 20th and Tuesday

આ રથયાત્રા અને શોભાયાત્રા નિહાળવા માટે સિહોર શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય પંથકના ભાવિક ભકતજનો બહોળી સંખ્યામાં ઉમટી પડશે. સિહોરમાં એક રથયાત્રા અને એક શોભાયાત્રા નીકળતી હોય ત્યારે સિહોરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણતરીના જ દિવસો બાકી હોય ત્યારે મેઇન બજાર સહીત વિસ્તારોમાં ભગવાનનાં પોસ્ટરો,ઠાકરદ્વારા મંદિરે શણગાર સહીતની જગન્નાથજી રથયાત્રા સમિતિના ભરતભાઇ મલુકાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વેલનાથ યુવક મંડળ દ્વારા પણ શોભાયાત્રાની તૈયારી ચાલુ કરી દીધેલ છે.

Advertisement

Trending

Exit mobile version