Sihor

સિહોર ખાતે આજે લોક અદાલત યોજાઈ : વર્ષોથી ચાલતા કેસોનો સુખદ ઉકેલ આવ્યો

Published

on

પક્ષકારો વિવાદોનો ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે તે જ લોક અદાલતનો મુખ્ય ઉદેશ ; આ લોક અદાલતમાં સમાધાનપાત્ર, દિવાની, ફોજદારી, પીજીવીસીએલ, મોટર અકસ્માત વળતર, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસોનો નિકાલ. સિહોરમાં આજે શનિવારે લોક અદાલતનું આયોજન કરાયું હતું છેલ્લા વર્ષોથી અદાલતમાં ચાલતા કેસોનો આજે લોક અદાલતમાં ઉકેલ આવ્યો છે. રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર તાલુકા કાનુની સેવા સત્તા સમિતિ સિહોર અને બાર એસોસિએશન સિહોર દ્વારા આજરોજ સિહોર તાલુકા ખાતે કાર્યરત અદાલતના કેસો સંદર્ભે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં છેલ્લા વર્ષોથી અદાલતમાં ચાલતા કેસોનો આજે લોક અદાલતમાં ઉકેલ આવ્યો છે તે આવકાર્ય બાબત છે. લોકો માટેની અદાલત એટલે લોક અદાલત.

Lok Adalat held at Sihore today: Cases that have been going on for years have been resolved amicably
Lok Adalat held at Sihore today: Cases that have been going on for years have been resolved amicably

લોકોના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે છે, કાયમી તકરારનું સાથે બેસી નિવારણ આવે છે. લગ્ન વિષયક કેટલાક કેસોનો પણ સુખદ ઉકેલ આવે છે. વાહન અકસ્માતોના કેસો પણ લાંબો સમય સુધી ચાલે છે પણ લોક અદાલતમાં આવા કેસો આવતા તાત્કાલીક વાહન અકસ્માતમાં અરજદારને ન્યાય મળે છે. સમય અને પૈસાની બચત થાય છે અને તકરારનો કાયમી ઉકેલ આવે છે. કેટલાક કેસોમાં કોઇપણ તરફે ચુકાદો આવ્યો હોય તો તે ઉપલી કોર્ટમાં જાય છે અને ફરી સમય અને ખર્ચ થાય છે પરંતુ લોક અદાલતમાં સમાધાનથી આવેલો ઉકેલ કાયમી ઉકેલ હોય છે. લોકોના પ્રશ્નોનો ઉકેલ આવે અને લોકોને ન્યાય મળે તેજ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ અને મહત્વ છે. આ લોક અદાલતમાં સમાધાનપાત્ર, દિવાની, ફોજદારી, પીજીવીસીએલ, મોટર અકસ્માત વળતર, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો, લેબર કોર્ટના કેસો વિગેરેનો સમાધાન કરી ઉકેલ લાવવામાં આવ્યો હતો

Trending

Exit mobile version