Talaja
તળાજા પાસે કડકડતી ઠંડીમાં દારૂનું કટીંગ કરતો ટ્રક ઝડપાયો : 8.40 લાખના શરાબ સાથે બેની ધરપકડ
દેવરાજ
- વાહનો સહિત 26.82 લાખનો મુદ્દામાલ જપ્ત : મધરાત્રે નાસભાગ : બુટલેગર આદિત્ય જોશી સહિત ડઝન સામે ગુનો
તળાજા ના અંતરિયાળ વિસ્તારમાં વિલાયતી દારૂની મોટાપાયે હેરાફેરી થાય છે.ત્યારે ગત મધ્ય રાત્રે દાઠા પોલીસે કડકડતી ઠંડીમાં વાટલિયા ગામની સીમમાં ટ્રકમાંથી અલગ અલગ વાહનોમાં મજૂરોને બોલાવી દારૂની પેટીઓનું કટિંગ થતું હતું એજ સમયે ત્રાટકી ને બૂટલેગરોના હોશ ઉડાવી દીધા હતા.પોલીસ અને બૂટલેગરો વચ્ચે રીતસર મેરેથોન યોજાઇ હતી.જેમાં પોલીસે બે ઈસમોને પકડી લીધા હતા. બંને શખ્સો પોલીસનો તાપ સહન કરી શક્યા ન હતા.પોપટ બની ને દારૂ કોનો છે તે કબૂલી લેતા પોલીસે બાર શખ્સોે સહિત તપાસમાં જે ખૂલે તે સહિત ગુન્હો દાખલ કરેલ છે.પોલીસે દારુ,ત્રણ બોલેરો પિકઅપ,ચાર મોટર સાયકલ અને એક મોબાઈલ મળી કુલ રૂ.26,82,400 ની કીમત નો મુદ્દામાલ કબજે લીધેલ છે.દાઠા પોલીસ ની આ રેડ આજ સુધીની સૌથીમોટી ગણવામાં આવે છે. દાઠા પો.સ.ઇ યોગેશ વ્યાસ પાસેથી મળતી વિગતો મુજબ ગત રાત્રીના પો.સ્ટે ના દિગ્વિયસિંહ સહદેવસિંહ ગોહિલ અને એ.એસ.આઇ એ.બી.ગોહિલ સહિતના પેટ્રોલીગ મા હતા. એ સમયે એ.બી.ગોહિલ ને બાતમી મળી હતીકે વાટલિયા ગામની સીમમાં દારૂના જથ્થા નું કટિંગ થઈ રહ્યું છે.પાકી બાતમીના આધારે પંચોને સાથે રાખી મધ્યરાત્રિના સમયે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસ ને આયશર ટ્રક,ત્રણ પિકઅપ,ચાર મોટર સાયકલ મળી આવ્યા હતા.ટ્રક ભરીને લવાયેલ દારૂની પેટીઓ નું અહી અલગ અલગ વાહનોમાં કટિંગ થતું હતું.કુલ પેટીઓ 243માંથી 2808 બોટલ વિલાયતી દારૂની કી.રું.8,42000ની મળી આવેલ હતી. અચાનક પોલીસ ત્રાટકતા બૂટલેગરો,વાહન ના ચાલકો અને પેટીઓ ઉતારવા આવેલા મજૂરોમાં નાસભાગ મચી ગઇ હતી.તેમ છતાંય પોલીસે ઠાડચ ના વનરાજ ધનાભાઇ પરમાર અને મહેશ રામજી મકવાણા ને પડકી પાડ્યા હતા. સ્થળ ઉપરથી પોલીસ ને આયશર ટ્રક એક,ત્રણ બોલેરો પિક અપ,ચાર બાઇક મળી આવ્યા હતા.દારૂ સહિત તમામ વાહનો અને એક મોબાઈલ મળી કુલ 26,82,400નો કબજે લઇ બાર થી વધુ શખ્સો વિરૂદ્ધ દિગ્વિજયસિંહ ગોહિલ એ ફરિયાદ નોધાવી છે.