Sihor

ચાલો આપણે સૌ સાથે મળીએ અને ઘડીભરનો આનંદ રળીએ

Published

on

કુવાડીયા

  • વર્ષો પછી સિહોર એલડી મુનિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગાં મળ્યાં : પગપાળા નવનાથના દર્શન કર્યા : જુના સંસ્મરણો વાગોળ્યાં

છોટે કાશી તરીકે વિખ્યાત સિહોર શહેરમાં નવનાથ સહિત અનેક શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન ધર્મસ્થાનકો આવેલા છે. શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને દર શ્રાવણીયા સોમવારે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતભરમાંથી હજજારો યાત્રાળુઓ પરંપરાગત રીતે આ નવનાથના દર્શનાર્થે અચૂક આવે છે.

Let's all get together and have some fun

ત્યારે સિહોર એલડી મુનિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગાં મળી પગપળા નવનાથના દર્શન કર્યા હતા. શ્રાવણ માસમાં સિહોરમાં આવેલ મહાદેવના મંદિરોમાં નવનાથ યાત્રા નું એક અનોખું આધ્યાત્મિક મહત્વ છે. આ નવનાથ યાત્રા માટે દરવર્ષે દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ સિહોરની પાવન પવિત્ર ભૂમિ ઉપર પધારે છે અને નવયાત્રા દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Let's all get together and have some fun

ત્યારે આજના ભાગદોડ ભર્યા જીવનમાં ખાસ કરીને મોબાઈલ ફોન આવતા જુના મિત્રોની રૂબરૂ મુલાકાત જવલ્લે જ બનતી હોય છે. ત્યારે સિહોર એલ.ડી.મુનિ હાઇસ્કુલ માં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ સહપાઠી મિત્રો કે જે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે તેમને સિહોર નવનાથ યાત્રાના દર્શન કર્યા હતા.

Let's all get together and have some fun

૨૦ થી ૨૫ જુના સહપાઠી મિત્રો સાથે મળીને પવિત્ર શ્રાવણ માસમાં નવનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તો સાથે જ એ શાળા સમયે વિતાવેલો સમય એ ક્ષણો ને યાદ કરીને બહુ લાંબા સમયે સારો સમય પસાર કર્યો હતો જે આ મિત્રોના ચેહરા ઉપરનું હાસ્ય કહી રહ્યું હતું..

Advertisement

Trending

Exit mobile version