Botad
ગુજરાતને દિવ્ય – ભવ્ય બનાવવા ભાજપને જીતાડીએ : ઘનશ્યામભાઈ વિરાણી
બોટાદમાં વિજયનો પ્રચંડ વિશ્વાસ : ભારતીય સંસ્કૃતિના રખેવાળ તરીકે આપણે હિન્દુસ્તાનનું નામ રોશન કરીએ : બોટાદનો કાર્યકર્તા હંમેશા કમળને જીતાડવા કટીબધ્ધ : ઘનશ્યામભાઈ વિરાણી
બોટાદની વિધાનસભા બેઠક પર બરાબરનો ચૂંટણીનો જંગ જામ્યો છે. બોટાદ બેઠક પર ભાજપ દ્વારા ઘનશ્યામ વિરાણીના નામની પક્ષ દ્રારા પસંદગી કરવામાં આવી છે ત્યારે હાલ તો એક જૂથ દ્વારા પસંદગી મામલે વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ હજારો કાર્યકરો દ્રારા સમર્થન પણ થઈ રહ્યું છે સમગ્ર મામલે ઉમેદવાર ઘનશ્યામભાઈ દ્વારા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ૧૩ કરોડથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે, ભાજપ રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવતી અન્ય પાર્ટીથી અલગ રાષ્ટ્રીય પાર્ટી છે, ભાજપ જે કહે છે તે કરે છે. જે થઈ શકે તેવુ કહે છે, ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસ’ સાથે ભાજપ દેશને વિકાસના પથ ઉપર આગળ વધારી રહેલ છે, નયા ભારતનું, નવા દેશનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહયું છે.
‘આ ગુજરાત મારૂ છે, મે ગુજરાત બનાવ્યુ છે, બધાના પ્રયાસોથી ગુજરાત બન્યુ છે’ ગુજરાતની સાડા છ કરોડની જનતાએ એક મોડેલ ગુજરાતને બનાવ્યુ છે. આપણે સંકલ્પ કરીએ ગુજરાત દિવ્ય અને ભવ્ય બને. તેમણે આ તકે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો વધુમાં જણાવેલ કે બોટાદ જિલ્લાનો કાર્યકર્તા કમળને જીતાડવા માટે હંમેશા કામ કરતો આવ્યો છે. આજે સમયની માંગ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ મહાસતા બનવા જઈ રહયો છે, આપણા વિવિધ વિકાસના કાર્યો સિઘ્ધ થવા જઈ રહયા છે. ભારતીય સંસ્કૃતીના રખેવાળ તરીકે આપણે હિન્દુસ્તાનનું નામ રોશન કરીએ. તેમણે ચૂંટણીમાં બોટાદ જ નહિ પરંતુ રાજ્યની ૧૮૨ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવાનું કામ કરવાનું છે.