Sihor
સિહોરના ગૌતમેશ્વર નજીક કુંડ પાસે આવેલ ડુંગરમાં દિપડો – દિપડી દેખાયા – લોકોમાં ફફડાટ
દેવરાજ
હજુ બે દિવસ પહેલા દીપડાનો મૃતદેહ મળ્યો હતો ત્યાં આજે ફરી બે દિપડા ડુંગરમાં દેખાયા, પંથકમાં દિપડાના પરિવારોમાં ધામાં, ઝડપી લેવાની તજવીજ
સિહોર પંથકમાં દીપડાએ છેલ્લા દિવસો થી ધામા નાખ્યા હોય તેમ સિહોર પંથકને ધમરોલી રહ્યો છે અને સિહોર પંથકનું જાણે કે પરિભ્રમણ હાથ ધર્યું હોય તેમ વારંવાર દીપડો માનવ વસ્તી નજીક પહોંચી જતા લોકોમાં ફફાડાટ ફેલાયો છે તેવામાં આજે બુધવારે સિહોરના ગૌતમેશ્વર નજીક ફરી દેખા દીધા છે. સિહોર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડો પરિભ્રમણ કરી રહ્યો છે છાશવારે માનવીની વસ્તી નજીક પહોંચી જાય ત્યારે લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ રહ્યો છે તેવામાં આજે સિહોરના ગૌતમેશ્વર વિસ્તારમાં એક સાથે દીપડા જોવા મળતા આસપાસના વિસ્તારોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી
જ્યારે આ ઘટનાની જાણ થતા ની સાથે જ વન વિભાગ, સ્થળ પર દોડી ગયો હતો અને બન્ને દીપડાને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી દિપડાના ભયથી રાત્રીના સમયે પોતાના વાડી ખેતરોમાં જવાનું ટાળી રહ્યા છે દિપડો પાંજરે પુરાય તેવી લોકોની માંગ પણ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી દિપડો પકડાયા બાદ દિપડાના આંટાફેરા બંધ થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં આજે બુધવારે ફરી લાંબા સમય બાદ જુના ગૌતમેશ્વર તળાવ અને ડુંગરો તરફ પણ જોવા મળ્યો હતો. ફરી દિપડાના સિહોરમાં પગલાં પડતા ફોરેસ્ટ વિભાગ એલર્ટ થઈ ગયું હતું અને દિપડા ને પકડવા ફરી કવાયત હાથ ધરી લીધી છે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા એક દિપડાનો મૃતદેહ મળ્યો હતો ત્યાં ફરી બે દિપડા ડુંગરમાં જોવા મળતા ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે