Sihor

રહેણાંક વિસ્તારમાં દીપડો – સિહોરના રૂખડા શેરીમાં 3 ફુટ દિવાલ કુદી દિપડો વાડામાં ઘુસ્યો, વાછરડીને ફાડી ખાધી

Published

on

દેવરાજ

ગઇકાલે રાત્રીના મોટાચોક રૂખડા શેરી સુધી પોહચ્યો દિપડો, વિજયભાઈ રાઠોડના ઘરની બાજુમાં આવેલ વાડામાં ઘૂસીને વાછરડીનું મારણ કર્યું, લોકો ભયના ઓથાર નીચે

સિહોરના રહેણાંકી વિસ્તાર મોટાચોક રૂખડા શેરી આસપાસ ગઇરાત્રે દિપડાએ વિજયભાઈ રાઠોડના ઘરમાં ઘુસી પાડીનું મારણ કરતા ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ અનેક અહિં દિપડો દેખાયો હતો. સિહોર અને તાલુકાના સિંહ-દિપડા જેવા વન્ય પ્રાણીઓની ભારે રંજાડ છે. અવાર નવાર આ વન્ય પ્રાણીઓ દ્વારા પશુઓનું મારણ કરવામાં આવે છે.

LEOPARD IN RESIDENTIAL AREA - Leopard jumps 3 feet wall on Rukhda Street in Sehore, enters enclosure, mauls calf

ગઇકાલે એક દિપડો વિજયભાઈ રાઠોડના ઘરની બાજુમાં આવેલ વાડાની વંડી ટપીને પ્રવેશ્યો હતો અને બાંધેલી વાંછરડીનું મારણ કર્યું હતું. તાલુકાના ગામોમા અવારનવાર દિપડા ગામમા ઘૂસી આવવાની ઘટનાઓ વધી રહી છે. અનેકો વખત મારણની ઘટનાઓ બની રહી છે જેની વચ્ચે ગતરાત્રીના એક દિપડો 3 ફૂટની દિવાલ કૂદી ઘરમા ઘૂસ્યો હતો. ઘરની બાજુમાં આવેલ વાડામાં ઘુસી જઈને વાંછરડાને ફાડી ખાધું હતું અને બાદમાં દીપડો નાસી છૂટ્યો હતો દિપડો દિવાલ કૂદી વાડામાં ઘૂસ્યાની આ ઘટના શહેરના મોટાચોક રૂખડા શેરીમાં બની હતી. અહીં રહેતા વિજયભાઈ રાઠોડના ઘરમા ગતરાત્રીના બે વાગ્યા આસપાસ એક દિપડો 3 ફૂટની દિવાલ કૂદીને ઘરની બાજુમાં રહેલ વાડામાં ઘૂસી ગયો હતો.

LEOPARD IN RESIDENTIAL AREA - Leopard jumps 3 feet wall on Rukhda Street in Sehore, enters enclosure, mauls calf

જો કે અવાજ થતા ઘરના સભ્યો જાગી ગયા હતા અને જોયું તો દિપડો વાડામાં ઉભો હતો. બાદમા હાકલા પડકારા કરતા દિપડો કૂદકો મારી નાસી ગયો હતો. ત્યારે વનવિભાગ આ માનવ વસાહત તરફ આવતા દિપડાને અટકાવવા શું પગલાં કે આગોતરું આયોજન છે ? તેવા સવાલ રહીશો પૂછી રહ્યા છે. અવારનવાર દિપડો છેક રહેણાંક વિસ્તાર સુધી શિકારની શોધમા ચડી આવે છે જેના કારણે લોકોમા પણ ભય જોવા મળી રહ્યો છે.

Advertisement

Exit mobile version