Sihor
સિહોરના રેલવે સ્ટેશન રોડ પર શિકારની શોધમાં આવી ચડેલો દિપડો ફસાયો – તંત્ર દ્વારા રેસ્ક્યુ
દેવરાજ
વન વિભાગને છેલ્લા એક માસથી હફાવતો દિપડાનો પરિવાર આખરે પાંજરામાં ; સિહોર શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ કોમ્પ્લેક્ષના પરિસરમાં દીપડો ઘૂસ્યો, ખાબક્યો, અને રેસ્ક્યુ થયું, ગતરાત્રીએ ભૂલવાડા નજીકથી એક બચ્ચું પણ પાંજરે પુરાયું, તંત્રમાં હાશકારો
સિહોર પંથકમાં દીપડાએ છેલ્લા એક અઠવાડિયા થી ધામા નાખ્યા હોય તેમ સિહોર પંથકને ધમરોલી રહ્યો છે અને સિહોર પંથકનું જાણે કે પરિભ્રમણ હાથ ધર્યું હોય તેમ વારંવાર દીપડો માનવ વસ્તી નજીક પહોંચી જતા લોકોમાં ફાફડાટ ફેલાયો હતો તેવામાં સિહોરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ એક કોમ્પ્લેક્ષના પરિસરમાં દીપડો ઘૂસી જતા વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરી દીપડાને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી સિહોર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડો પરિભ્રમણ કરી રહ્યો છે.
છાશવારે માનવીની વસ્તી નજીક પહોંચી જાય ત્યારે લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ રહ્યો છે તેવામાં આજે સિહોરના રેલવે સ્ટેશન રોડ આવેલ એક કોમ્પ્લેક્ષના પરિસરમાં દીપડો ઘૂસી જતાં હોટલની આસપાસના વિસ્તારોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી જ્યારે આ ઘટનાની જાણ થતા ની સાથે જ વન વિભાગ, પોલીસ કાફલો, નગરપાલિકાનો સ્થળ પર દોડી ગયો હતો અને દીપડાને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી વનવિભાગનો ઉચ્ચ અધિકારી તંત્રનો કાફલો ઘટના સ્થળે પોહચી ફસાયેલા દિપડાને બેભાન કરી રેસ્ક્યુ સાથે ઝડપી પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે ગતરાત્રીના ભીલવાડા વિસ્તારમાંથી એક બચ્ચું પણ પાંજરે પુરાયું હતું બનાવને લઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે..
બકરીના મારણ સાથે મુકેલા પીંજરામાં ગતરાત્રીના બચ્ચું સપડાતા લોકોને હાશકારો
પશુઓનો શિકાર કરીને પેંધો પડેલો દિપડાનો પરિવાર બકરીનો શિકાર કરવાની લાલચ રોકી નહીં શકતા આબાદ પાંજરામાં ફસાયો હતો. પાંજરામાં ફસાયેલા બચ્ચાએ છૂટવા માટે ભારે ધમપછાડા માર્યા હતા. સિહોર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાના પરિવારના આંટાફેરાના કારણે ભારે ચકચાર મચી હતી, વન તંત્રને સતત હાથ નહિ લાગનાર વન વિભાગની ટીમે બકરના મારણ મુકી દિપડાને પકડવા માટે પાંજરૂં ગોઠવ્યું હતું. ઘણા દિવસની રાહ જોવડાવ્યા બાદ ગઈકાલે બચ્ચું બકરાની જયાફત ઉડાવવા માટેની લાલચે પાંજરામાં ઘુસવા જતા આબાદ ફસાઈ ગયો હતો.લોકો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે