Sihor

સિહોરના સણોસરા ગામે જુગારધામ પર એલસીબીના દરોડા, 8 ગિરફ્તાર 1 ફરાર

Published

on

બરફવાળા

સણોસરાના દરબારગઢ વિસ્તારમાં આવેલ ધર્મેન્ડસિંહના રહેણાંકી મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી, રૂ. 2.13 લાખના મુદ્દામાલ સાથે 8 ઝડપાયા, ધર્મેન્દ્રસિંહ ફરાર

સિહોરના સણોસરા ગામે દરબારગઢ વિસ્તારમાંથી એલસીબી પોલીસના હિરેનભાઈ સોલંકી, હરેશભાઈ ઉલવા, બીજલભાઈ કરમટિયા, હરિચંદ્રસિંહ ગોહિલ, શક્તિસિંહ સરવૈયા અને સ્ટાફ જુગારધામ પર રેડ કરીને 8 આરોપીઓને રૂ. 2.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે 1 આરોપી રેડ દરમિયાન ફરાર થઇ જવા પામ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં જુગાર ધામની બદી ફૂલીફાલી હોવાની જાણ એલસીબી પોલીસને થતા એલસીબી પોલીસના હિરેનભાઈ સોલંકી, હરેશભાઈ ઉલવા, બીજલભાઈ કરમટિયા, હરિચંદ્રસિંહ ગોહિલ, શક્તિસિંહ સરવૈયાએ સણોસરાના દરબારગઢ વિસ્તારના એક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી હતી. જેમાં 8 આરોપીઓને ઝડપી લીધા હતા.

LCB raids gambling den in Sanosara village of Sihore, 8 arrested 1 absconding

જ્યારે 1 આરોપી રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો. પોલીસે રેડ દરમિયાન રોકડ રકમ રૂ. 1.23 લાખ રોકડ તેમજ મોટરસાઇકલ મળી કુલ રૂ. 2 લાખ 13 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આરોપીઓ સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Exit mobile version