Bhavnagar

ભાવનગર એએસઆઇ સામે કાર્યવાહીની ખાતરી મળતા વકીલોની હડતાલ સમેટાઈ

Published

on

પવાર

  • જીલ્લા પોલીસ વડાના ચાર્જમા ૨હેલા ભાવનગર સીટી ડી.વાય.એસ.પી સીંધલની ઉપસ્થિતિ માં મળેલી બેઠકમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી સાથે હડતાલ સમેટાઈ

ભાવનગરના એડવોકેટ તથા કારોબારી સભ્ય જયેશભાઈ યુ મહેતા ઉપર ધોધા રોડ પોલીસ ચોકીના એ.એસ.આઈ જે.જે.સ૨વૈયા ધ્વારા જાહે૨માં માર મારી વકીલની ગરીમાને નુકશાન પહોચાડેલ છે. જેના અનુસંધાને ભાવનગર ના વકીલ મંડળો છેલ્લા ચાર દિવસ થી કસુરવાન એ.એસ.આઈ જે.જે. સરવૈયા વિરૂધ્ધ ખાતાકીય પગલા ભરી તેની બદલી ક૨વા તથા શિક્ષાત્મક પગલા ભરવા અને આ અંગે યોગ્ય કાર્યવાહી ક૨વા આવે અને કોર્ટ કાર્યવાહી થી અળગા ૨હેલ  અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરેલ છે.

lawyers-strike-ended-after-getting-assurance-of-action-against-bhavnagar-asi

આ અંગે આગળ ઉપરાંતની કાર્યવાહી કરવા તા ૨૯ – ૧૨ – ૨૦૨૨ સાંજે ૪-૩૦ કલાકે મળેલ અસાધારણ સભા માં આગળ ઉપરાંત ની કાર્યવાહી કરવા ચર્ચા વિચારણા કરવા વકીલોઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આ મીટીંગમાં વકીલઓની આ ઉગ્ર લાગણીના પડધા સ્વરૂપે જીલ્લા પોલીસ વડાના ચાર્જમા ૨હેલા ભાવનગર સીટી ડી.વાય.એસ.પી સીંધલ હાજર ૨હેલ અને બાર અને પોલીસ તંત્ર એક સિકકાની બે બાજુ છે અને આ જે રીતે નો બનાવ બનેલ છે. તેને પોલીસતંત્ર પણ ગંભીરતા થી લે છે આ અંગે ખાતાકીય તપાસ શરૂ છે. અને આ અંગે તટસ્થ રીતે તપાસ કરી તાકીદે ધટતુ કરી યોગ્ય પગલા ભરવાની ખાત્રી આપી તથા ભારપુર્વકની હૈયા ધા૨ણા આપી તાકીદની અસ૨ થી વકીલ મંડળોને તેની  લડતનો અંત લાવી કોર્ટ કાર્યવાહીમાં ભાગ લેવા તમામ વકીલઓને અનુરોધ કરતા સીટી ડી.વાય એસ .પી અને ઈન્ચાર્જ એસ.પી સીંધલની ખાત્રી ને ધ્યાને લઈ ભાવનગરના ત્રણેય વકીલ મંડળો તેની આ લડત હાલના તબકકે સ્થગિત કરી અને આવતી રાબેતા મુજબ કોર્ટ કાર્યવાહીમાં ભાગ લેવાનુ સર્વાનુમતે ઠરાવે છે.

Trending

Exit mobile version