Bhavnagar

ભાવનગરમાં રાધા-ક્રુષ્ણની સુંદર રંગોળી ચિત્ર બનાવતા “ક્ષત્રાણી” બિનાબા

Published

on

નઝરે નિરખતા લાગે એવું જાણે વૈકુંઠથી વાલો પધાર્યો રાધારાણીને સંગ

“કસ્બી” એટલે કુદરતની કૃતિને આબેહૂબ કંડારતો કલાકાર કે જેના કબસમા કુદરતે પૂર્યાં હોય અનોખા પ્રાણ…!

દિપોત્સવ પર્વ એટલે વિશ્વના ખૂણે ખૂણે વસતો ગુજરાતી પરિવારનો પરમપ્રિય તહેવાર આ પર્વમાં ઉત્સાહ ઉજવણી અને ઉમંગની ઓછપ ક્યારેય નથી હોતી ત્યારે આ અવસરને યાદગાર બનાવવા અનેક કાળા માથાના માનવીઓ કુદરતને બક્ષેલી કસબ ને સમાજ સામે રજૂ કરી.

"Kshatrani" Binaba making a beautiful Rangoli painting of Radha-Krishna in Bhavnagar

કુદરતના પરમતત્વ ને આદરભાવ આપવા મજબૂર કરે છે પરંતુ કળાનો આ હુન્નર જૂજ લોકોમાં હોય છે ત્યારે કલા અને સંસ્કૃતિ ના પિયર ભાવેણામા રહેતી એક સદ્દગૃસ્થ માનૂની પરમાત્માએ પ્રદાન કરેલી કળાની ભેટ થકી સૌવ કોઈને મંત્રમુગ્ધ કરે છે ભાવનગર શહેરના વાઘાવાડી રોડપર આવેલ આદિત્ય એપાર્ટમેન્ટ માં રહેતા “ક્ષત્રાણી” બેનબા બિનાબા દિવ્યરાજસિંહ ગોહિલ વાર-તહેવાર તથા દિપોત્સવ પર્વ અન્વયે છેલ્લા 20 વર્ષથી રંગોળી બનાવે છે પરમાત્માએ બીનાબા ના આંગળીના ટેરવે કસબ કસર ન છોડી હોય તેમ રંગોળી નિર્માણ કળામાં આગવી મહારત ધરાવે છે અને રંગોળી નું સર્જન એવું કરે છે કે જાણે મૂક આભા માં પ્રાણ જ પૂરવાના બાકી હોય !!

"Kshatrani" Binaba making a beautiful Rangoli painting of Radha-Krishna in Bhavnagar

આ વખતે દિવાળી અન્વયે તેમણે તેમના ગૃહે “ક્રિષ્ના સંગ રાધા-ગોપી જૈસે હો ચાંદ ચકોરી” ની થીમ પર રંગોળી નું નિર્માણ કર્યું છે આ રંગોળી નિહાળતા જ કોઈ ના પણ મુખ માથી ઉદ્દગાર નિકળી જ જાય કે “અરે…વાહ”…!એવી આગવી કસ્બી ની મહારત ધરાવતી આ માનૂની એઆ રંગોળી નિર્માણ માટે 14 કલાકની અથાગ જહેમત અને 8 થી 10 કિલો ચિરોડીનો ઉપયોગ કરી 10×8 ની સાઈઝની રંગોળી બનાવી છે આ કૃતિ માટે 10 થી 12 પ્રકારના કલર્સનો સમાવેશ કર્યો છે અને આ ચિત્ર નિહિળવુ એ પણ એક લ્હાવો છે ત્યારે કલાના કસ્બી બીનાબા ને અભિનંદન

Advertisement

Exit mobile version