Astrology
ધાર્મિક માન્યતાઓ મુજબ જાણો કઈ વસ્તુનું ન કરવું જોઈએ દાન!
હિન્દુ ધર્મ અનુસાર દાન કરવું તે પુણ્યનું કામ ગણવામાં આવે છે. અનેક તહેવારોમાં દાન ધર્મ કરવામાં આવે છે. દાન કરવાથી માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ આવતા જન્મમાં પણ શુભ ફળ મળતું હોવાનું માનવામાં આવે છે. આ દાન ધર્મનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ રહેલું છે. જરૂરિયાતમંદોને અનેક જરૂરી વસ્તુઓનું દાન કરવામાં આવે છે. જોકે, ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણી એવી વસ્તુઓ છે, જેનું ક્યારેય પણ દાન ના કરવું જોઈએ. ભોપાલના રહેવાસી પંડિત હિતેન્દ્રકુમાર શર્માએ કઈ વસ્તુઓનું દાન ના કરવું જોઈએ, તે વિશે વિગતવાર જાણકારી આપી છે.
માતા લક્ષ્મી : માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ઘરમાં માતા લક્ષ્મી હોય તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ લક્ષ્મી ઘરમાં રહે તેવો આપણે આગ્રહ રાખીએ છીએ. કોઈને પણ ભેટ અથવા દાન તરીકે માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ફોટો ના આપવો જોઈએ. માતા લક્ષ્મીની પ્રતિમા અને ફોટો દાનમાં આપીએ તો તેનો અર્થ થાય છે કે, તમે માતા લક્ષ્મીની ઘરમાંથી વિદાય કરી રહ્યા છો. જે ચાંદીના સિક્કા પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનું ચિત્રણ હોય તેનું દાન ક્યારેય પણ ના કરવું જોઈએ.
વાસણનું દાન: ક્યારેય પણ સુખી અને સંપન્ન વ્યક્તિઓને વાસણનું દાન ના કરવું જોઈએ. સંપન્ન વ્યક્તિને વાસણનું દાન કરવાથી તેઓ ક્યારેય પણ તે વાસણનો ઉપયોગ કરતા નથી. આ કારણોસર આ દાનનું કોઈ મહત્વ રહેતું નથી. જો તમારે વાસણનું દાન કરવું હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિઓને વાસણનું દાન કરવું જોઈએ.
ધાર્મિક પુસ્તકોનું દાન: જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા ઈચ્છો છો તો તમારે ધાર્મિક પુસ્તકનું દાન કરવું જોઈએ. જે વ્યક્તિઓને ધર્મમાં રુચિ ના હોય તેવી વ્યક્તિઓને ક્યારેય પણ ધાર્મિક પુસ્તકોનું દાન ના કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી ક્યારેય પણ દાનનું ફળ પ્રાપ્ત થતું નથી.
ભોજનનું દાન: સનાતન ધર્મમાં ભોજનના દાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ગરીબ અને ભૂખ્યા વ્યક્તિઓને ભોજન કરાવવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. જોકે, ક્યારેય પણ એઠું અથવા વાસી ભોજનનું દાન ના કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી ભોજન લેનાર અને માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે.