Entertainment
બૉલીવુડના કિંગખાન શાહરુખને UAEમાં મળ્યો સિનેમાનો ગ્લોબલ આઇકન એવોર્ડ
બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને આ મહિનાની શરુઆતમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરપી હતી. તેના જન્મદિવસે તેણે પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’નું ટીઝર લોન્ચ કર્યુ હતું. ટીઝરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યુ છે. લોકો તેના સતત વખાણ કરી રહ્યા છે. ફેન્સ દ્વારા મળી રહેલા પ્રેમથી શાહરુખ ખૂબ જ ખુશ છે. આ દરમિયાન તેની ખુશી અનેકગણી વધી ગઈ છે. હાલમાં સંયુક્ત અરબ અમીરાત (UAE)એ એક એવોર્ડ સન્માનિત કર્યો છે. આ એવોર્ડ સિનેમામાં તેના યોગદાન અને ગ્લોબલ આઇકન રીતે આપવામાં આવ્યો છે.
યુએઈના શારજાહમાં એક્સપો સેન્ટરમાં શારજાહ ઈન્ટરનેશનલ બુક ફેયર 2022 (SIBF)ના 41માં એડિશનમાં ભાગ લેવા માટે શાહરુખ ખાનને એક દિવસ પહેલા આઇકન ઑફ સિનેમા એન્ડ કલ્ચરલ નેરેટિવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેના ફેન્સે ભાગ લીધો હતો. તેના વીડિયો અને ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
એક ફેનપેજ દ્વારા તેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં શાહરુખ ખાનનો ઑલ-બ્લેક લુક જોવા મળી શકે છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે શાહરુખ જણાવે છે કે આ એવોર્ડ ‘સાંસ્કૃતિક પરિદ્રશ્યમાં યોગદાન અને રચનાત્મકતાના ક્ષેત્રમાં વિકાસ’માં આપેલા યોગદાન માટે મળ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે શાહરુખ ખાન કહે છે, “આપણે બધા, ભલે આપણે ક્યાંય પણ હોય, આપણે કયા રંગના છે, આપણે કયા ધર્મનું પાલન કરીએ છીએ અથવા આપણે કયા ગીત પર ડાન્સ કરીએ છીએ…દરેક સંસ્કૃતિમાં પ્રેમ, શાંતિ અને કરુણા હોય છે.” સ્ટેજ પર શાહરુખ ખાને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના પોતાના પોપ્યુલર હાથ ફેલાવવા વાળા પોઝને રિક્રિએટ કર્યો હતો.