Sihor
સિહોરના ખાંભા ગામ દેશ ભક્તિ ના રંગમાં રંગાયું – સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે ઉજવણી
Pvar
સિહોરના ખાંભા ગ્રામપંચાયત તેમજ પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. અમ્રુત સરોવર ના કિનારે તેમા અતિથિ વિષેશ કરીકે ભાવનગર જિલ્લા નિયામક જયશ્રીબેન ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા નિયામક જયશ્રીબેને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સલામી આપી હતી, દેશભક્તિ ના રંગમાં ખાંભા ગામ રંગાયું, રાષ્ટ્રીય તહેવાર ને ગ્રામજનોએ સંપૂર્ણ મહત્વ આપી ને દેશની આઝાદીના લડવૈયા ને યાદ કરી દેશની એક્તા અને અંખડતા કાયમ માટે જળવાઈ રહે તેવા સહિયારા પ્રયત્નો કરવામાં આવશે, ગામથી 1 કીલોમીટર દૂર અમ્રુત સરોવરના કાઠે કુદરતી સૌંદર્યમા પર્વત ની ગોદમાં ખાંભા ગ્રામજનોએ ખૂબ મોટી સખ્યામાં હાજરી આપી રાષ્ટ્રીય પર્વની ઊજવણી કરી સાથે સાથે ગામની એક્તા ના પણ દર્શન થયા હતા. આ કાર્યક્રમમાં સિહોર તાલુકા ટી.ડી.ઓ, સરપંચ, મંત્રી તેમજ ગ્રામ પંચાયત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા