Sihor

કેજરીવાલની કારનો કાફલો સિહોર પાસેથી પસાર થયો – ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમરેલી રવાના થયા

Published

on

પવાર – બુધેલીયા

  • કેજરીવાલની કારનો કાફલો સિહોર પાસેથી પસાર થયો – ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમરેલી રવાના થયા

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રીનો કાફલો આજે બપોરના સમયે સિહોર ખાતેથી પસાર થયો હતો.ચુસ્ત બંદોબસ્ત વચ્ચે CM અરવિંદ કેજરીવાલ પોતાના કાર્યકરો સાથે બાય રોડ અમરેલી જવા રવાના થયા હતા. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, મોટા ગજાના રાષ્ટ્રીય નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં આંટાફેરા વધારી દીધા છે.

Kejriwal's car convoy passes by Sihore - leaves Amreli amid tight security

ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમીની સરકાર બનાવવાના ઉદ્દેશ સાથે સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આજે તેઓ ભાવનગરમાં હતા બપોરના સમયે તેઓ અન્ય નેતાઓ સાથે રોડ માર્ગે અમરેલી જવા નીકળ્યા હતાં કેજરીવાલની કાર વડલાચોકે પાસે પહોંચતા સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા તેઓની સુરક્ષા અને બંદોબસ્તના ભાગરૂપે આગળથી જ પાયલોટિંગ કરી તેઓના કાફલાને સુરક્ષિત રીતે શહેરી વિસ્તારોમાંથી પસાર કરાવી રાજકોટ હાઇવે ઉપર રવાના કરાયો હતો. અરવિંદ કેજરિવાલની કાર આવાની હોય પોલીસે વડલાચોક આસપાસ ચારે તરફનો વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. રોડ ઉપર અટવાયેલા વાહન ચાલકોને જાણ થતાં તેઓ કેજરીવાલની એક ઝલક જોવા માટે વાહનો મૂકી કતારબંધ ઉભા રહી ગયા હતા.

Exit mobile version