Sihor

કાજાવદર તથા મોટાસુરકા ગામે બહેનો માટે હિમોગ્લોબીન તથા બીપી ડાયાબિટીસની વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો

Published

on

હરિશ પવાર

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર અને સિહોર ભુતા પરિવાર ના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ

સિહોર તાલુકાના આંગણે ભાવનગર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા હર્ષદભાઈ એન ભૂતા એન ભૂતાની સ્મૃતિમાં સિહોર તાલુકાના કાજાવદર તથા મોટાસુરકા ગામે તા.૨૯-૩-૨૩ ને બુધવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન સરકારી સ્કૂલ કાજાવદર અને બપોરે ૧ થી ૪ મોટાસુરકા ખાતે ૨૫ વર્ષથી ૪૫ વર્ષ સુધીની બહેનોને વિનામૂલ્ય હિમોગ્લોબિન ની તપાસ તથા બીપી ,ડાયાબિટીસની તપાસ કરી આપવામાં આવેલ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ નું આયોજન કરવામાં આવેલ છે

Kajavdar and Motasurka village conducted free hemoglobin and BP diabetes diagnosis camp for sisters.

હાલ પરિણીત તથા અપરણિત બહેનોમાં હિમોગ્લોબિન ની ખામીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળેલ એનેમિક ઉણપના કારણે માતા અને બાળ મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળે છે બહેનો મોટાભાગે પોતાના પરિવારનું ધ્યાન પહેલા રાખતી હોય છે

Kajavdar and Motasurka village conducted free hemoglobin and BP diabetes diagnosis camp for sisters.

પોતાના આરોગ્ય પ્રત્યે ઓછો ખ્યાલ રાખતી હોય છે વહેલું નિદાન અને સારવાર આપવામાં આવે તો માતા અને બાળમૃત્યુનું પ્રમાણ અટકાવી શકાય છે. ઉપરોક્ત કેમ્પમાં હિમોગ્લોબીન ની તપાસ કરીને માર્ગદર્શન તેમજ જરૂર જણાય તેવી બહેનોને દવા આપવામાં આવેલ તો ઉપરોક્ત બહોળા પ્રમણમાં બહેનો એ કેમ્પનો લાભ લીધેલ હતો

Advertisement

Exit mobile version